Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્ટિવામાં ઘૂસેલા કોબ્રા સાપનું રેસ્ક્યૂ:એક્ટિવામાં કોબ્રા સાપનું બચ્ચું ઘૂસી જતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો, વન વિભાગે ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યૂ કર્યું

    1 day ago

    વડોદરા શહેર નજીક બિલ કેનાલ રોડ પર આવેલી ઓરો રેસિડેન્સીમાં પાર્ક કરેલા એક્ટિવા સ્કૂટરમાં અચાનક ઝેરી કોબ્રા સાપનું બચ્ચું ઘૂસી જવાની ઘટના સામે આવી છે. વાહનમાં સાપ હોવાની જાણ થતાં જ સોસાયટીના રહીશોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક વડોદરા વન વિભાગના કંટ્રોલરૂમને જાણ કરવામાં આવતાં રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ સાપને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. એક્ટિવાના અંદરના ભાગમાં સાપ છુપાયો હોવાનું જણાતાં ફફડાટ બિલ કેનાલ રોડ સ્થિત ઓરો રેસિડેન્સી પરિસરમાં પાર્ક કરાયેલા એક્ટિવા સ્કૂટરના બોડી પાર્ટ્સ વચ્ચે કોબ્રા સાપનું બચ્ચું નજરે પડ્યું હતું. ઝેરી સાપની હાજરીથી સોસાયટીમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રહીશોએ સમજદારી દાખવીને તાત્કાલિક વડોદરા વન વિભાગના કંટ્રોલરૂમનો સંપર્ક સાધ્યો હતો. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ સાપનું સફળ રેસ્ક્યૂ કર્યું કોલ મળતાં જ વડોદરા વન વિભાગના કર્મચારીઓ જીગ્નેશ પરમાર અને લાલુ નિઝામા તાત્કાલિક જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વન વિભાગની ટીમે અત્યંત સાવચેતીપૂર્વક એક્ટિવાના વિવિધ ભાગો ખોલી તપાસ હાથ ધરી હતી. અંદરના સાંકડા ભાગમાં છુપાઈને બેઠેલા કોબ્રાના બચ્ચાને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢી સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું. સાપ પકડાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકે રાહતનો દમ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાજપના બે જૂથો વચ્ચે ધીંગાણું:ફિશ માર્કેટને પીએમ મોદીનું નામ અપાતા વિવાદ, હાઈકોર્ટે ફગાવ્યા ચૈતર વસાવાના જામીન, યુવતીની હત્યા કરી અઢી લાખની લૂંટ કરી
    Next Article
    રીબડાના પાટિયાથી હીરાસર એરપોર્ટ સુધીના સિક્સ લેનનો વિરોધ:1000 ખેડૂતોની 1800 વિઘા જમીન કપાત મામલે યોગ્ય વળતરની માંગ, ખુદ ભાજપ આગેવાન અણીયારા ગામના લોકોની પડખે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment