Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીબડાના પાટિયાથી હીરાસર એરપોર્ટ સુધીના સિક્સ લેનનો વિરોધ:1000 ખેડૂતોની 1800 વિઘા જમીન કપાત મામલે યોગ્ય વળતરની માંગ, ખુદ ભાજપ આગેવાન અણીયારા ગામના લોકોની પડખે

    22 hours ago

    રાજકોટમાં રીબડાના પાટિયાથી હીરાસર એરપોર્ટને જોડતા ગ્રીનફિલ્ડ સિક્સ લેન રોડના નિર્માણ મામલે ફરી વિરોધ સામે આવ્યો છે.અણીયારા ગામના ગ્રામજનો કલેક્ટર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા જેમાં આ સિક્સ લેનના નિર્માણથી 1000 જેટલા ખેડૂતોની 1800 વિઘા જમીન કપાય તેમ છે. જે કપાતમાં સાઇડમાં બંને તરફ વધતી જગ્યાનો ખેતી માટે ઉપયોગ થઈ શકે તેમ નથી. જેથી આ જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો તેઓને દવા પીવાનો વારો આવશે તેમ કહી ભાજપના જ આગેવાને વહિવટી તંત્ર અને સરકાર સામે લડતના મંડાણ કરવામાં આવશે. અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતા રાજકોટ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય અને અણીયારા ગામના આગેવાન નિશિત ખૂંટે જણાવ્યું હતું કે, આજે અમે અણિયારા ગામ દ્વારા કલેક્ટરને જે આગામી સમયમાં રીબડાના પાટિયાથી હીરાસર એરપોર્ટને જોડતો ગ્રીનફિલ્ડ સિક્સ લેન રોડ બનવાનો છે. તેમાં જે જમીન સંપાદન થાય છે એમાં યોગ્ય વળતર મળી રહે એ માટે અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતા. કલેક્ટર અને સરકાર દ્વારા યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતોને દવા પીવાનો વારો આવશે કલેક્ટરને રજૂઆત કરવાનો મુખ્ય હેતુ એવો છે કે, આમાંથી 90% જે જમીન સંપાદન થાય છે એમાં 90% ખેડૂતો એવા છે કે જે ખેતી આધારિત ઉપર જ છે. એની પાસે અન્ય વ્યવસાય પણ નથી. અને અન્ય ખેડૂતો એવા છે કે જેમના ખેતીની જમીનમાંથી વચમાંથી રોડ નીકળે છે અને સાઇડમાં બંને બાજુ રોડ વધે છે. તો આ રોડ એ રીતનો વધે છે કે ભવિષ્યમાં એને ન તો ખેતી માટે ઉપયોગ કરી શકે કે ન તો અન્ય કોઈ વસ્તુઓ માટે ઉપયોગ કરી શકે. જો આમાં કલેક્ટર અને સરકાર દ્વારા યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતોને દવા પીવાનો વારો આવશે. આપણો ખેતીપ્રધાન દેશ છે તો ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય લે અને કલેક્ટરને અમારી રજૂઆત છે કે આવનારા દિવસોમાં જ્યારે પણ જમીન સંપાદન કરીને વળતર કરવામાં આવે તો ખેડૂત હિતની એક સમિતિને ભેગી રાખવામાં આવે. જેથી ખેડૂત પણ યોગ્ય વળતર સહિતની રજૂઆત કરી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રીબડાથી લઈને હીરાસર એરપોર્ટ સુધી આશરે 1000 થી 1500 ખેડૂતોની 1800 વીઘા જેટલી જમીન કપાય તેમ છે. અત્યારે તો અમે સરકાર સમક્ષ માંગણી મૂકી છે અને સરકારના પ્રતિનિધિ તરીકે જ અત્યારે છીએ. એટલે આવનારા દિવસોમાં ધારાસભ્ય અને સંસદ સભ્યને રજૂઆત કરશું. જે માંગણીઓ નહીં સંતોષાય તો પછી આગળ અમે રણનીતિ ઘડશું. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, હું ભાજપમાં છું એ વાત સાચી છે. હું અણિયારા ગામનું પ્રતિનિધિત્વ પણ કરું છું એટલે મારી પણ ફરજ બને છે. એટલે અમે આ યોગ્ય નિરાકરણ આવે એ જ દિશામાં સરકારને રજૂઆત કરશું અને ખેડૂતોને યોગ્ય ભાવ અને યોગ્ય વળતર મળી રહેશે એ અમને 100% અપેક્ષા છે. અણિયારાના ગ્રામજનોનું કલેક્ટરને આવેદન રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા નવા રાજકોટ બાયપાસ 4/6 ગ્રીનફિલ્ડ હાઇવે પ્લાન (NH-27) અંતર્ગત જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ અને ચિંતા જોવા મળી રહી છે. આ અંગે આજે 24 ઓગસ્ટના અણીયારા ગ્રામ પંચાયત અને ગામના ખેડૂતો દ્વારા સક્ષમ ખાસ જમીન સંપાદન અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે.જેમાં સરપંચ શીતલબેન ચોવટિયા અને ગ્રામજનો દ્વારા અલગ અલગ પ્રકારની માંગણીઓ અને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. સંપાદન બાદ બાકી રહેતી જમીન અંગે હાઇવે માટે જમીન સંપાદન થયા બાદ બાકી રહેતી જમીનનો વિસ્તાર અને આકાર એવો ન રહેવો જોઈએ જેમાં ખેતી કરવી મુશ્કેલ બને. જો જમીનના ટુકડા થઈ જાય કે બાકી રહેલી જમીન ઉપયોગ વગરની બની જાય તો થતાં નુકસાનનું યોગ્ય વળતર ગણવામાં આવે. જમીનના વાસ્તવિક બજારભાવ મુજબ વળતર ખેડૂતોની આજીવિકા સમાન ખેતીની જમીન રોડ કપાતમાં જતી હોવાથી, National Highways Act, 1956 ની કલમ 3G મુજબ અને 3A નોટિફિકેશનની તારીખે પ્રવર્તમાન બજારભાવ (Market Value) તેમજ આસપાસના તાજેતરના જમીન વ્યવહારો અને વિકાસને ધ્યાને રાખી રોડનું કામ શરૂ થાય તે પહેલાં એક જ હપ્તામાં યોગ્ય વળતર ચૂકવવામાં આવે. જમીન વિભાજન અને મિલકતનું નુકસાન હાઇવેના કારણે ખેતરના બે ભાગ પડી જવાથી કે આકાર બગડવાથી ખેતીમાં પડતી મુશ્કેલીઓ તથા સિંચાઈ, રસ્તા કે અન્ય સુવિધાઓ પર પડતી પ્રતિકૂળ અસરોનું યોગ્ય મૂલ્યાંકન કરી ખેડૂતોને ક્ષતિપૂર્તિ આપવામાં આવે. રસ્તા અને આવન-જાવનની સુવિધા જમીન સંપાદન બાદ બાકી રહેલી જમીન સુધી પહોંચવા માટે ટ્રેક્ટર તથા ખેતીના સાધનો જઈ શકે તેવા કાયમી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે.અણીયારા ગ્રામ પંચાયત અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને સંતોષકારક વળતર નહીં મળે તો ખેડૂતો પોતાના હક માટે આગળની રણનીતિ ઘડશે.
    Click here to Read More
    Previous Article
    એક્ટિવામાં ઘૂસેલા કોબ્રા સાપનું રેસ્ક્યૂ:એક્ટિવામાં કોબ્રા સાપનું બચ્ચું ઘૂસી જતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો, વન વિભાગે ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યૂ કર્યું
    Next Article
    ખેડૂતોના વિવિધ પ્રશ્નો ઉકેલવા કલેક્ટરને કરાઈ રજૂઆત:વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકામાં સૌની યોજનાનું પાણી છોડવા ઉઠેલી માંગ: ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને યુવરાજસિંહ જાડેજા ખેડૂતો સાથે પહોંચ્યા કલેક્ટર કચેરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment