Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના બે જૂથો વચ્ચે ધીંગાણું:ફિશ માર્કેટને પીએમ મોદીનું નામ અપાતા વિવાદ, હાઈકોર્ટે ફગાવ્યા ચૈતર વસાવાના જામીન, યુવતીની હત્યા કરી અઢી લાખની લૂંટ કરી

    23 hours ago

    ફિશ માર્કેટને પીએમ મોદીનું નામ આપતા વિવાદ સુરતમાં ફિશ માર્કેટને પીએમ મોદીનું નામ આપતા વિવાદ. વેપારીએ કહ્યું કે માંસાહારી માર્કેટ પર PMનું નામ અયોગ્ય છે.. તો પ્રમુખનો તર્કે છે કે વડાપ્રધાને માછીમારો માટે નોંધપાત્ર કામ કર્યું હોવાથી તેમનું નામ આપ્યું .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઈકોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા ફોરેસ્ટ કર્મીને માર મારવાના કેસમાં ચૈતર વસાવાના જામીન હાઈકોર્ટે ફગાવી દીધા. ચૈતર 2 મહિનાથી જેલમાં છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે અગાઉ શરતી જામીન મળ્યા છતાં ચૈતરે ગુનો કર્યો હતો. લોકોમાં ગેરસમજ થાય છે કે સત્તામાં હોય તે છૂટી જાય.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લઠ્ઠાકાંડના પાંચ દિવસ બાદ યાદ આવ્યા પીડિતો લઠ્ઠાકાંડના 5 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી નિમુબેનને પીડિતો યાદ આવ્યાં..13 લોકોના મોત પછી હોસ્પિટલની વ્યવસ્થા અંગે બેઠક કરી. મલ્ટી સ્પેશિયાલિટી વિભાગો શરૂ કરવા હવે આદેશ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દોઢ મહિના પહેલાં જ ગણેશજીની એક ઝલક માટે અફરાતફરી સુરતમાં દોઢ મહિના પહેલાં જ ગણેશજીની એક ઝલક જોવા અફરાતફરી મચી.. રસ્તા પર ચંપલ જ ચંપલ જોવા મળ્યા.. ધક્કામુક્કીમાં મહિલાઓ સહિત અનેક લોકોને ગભરામણ થઈ.. છુટ્ટા પડેલું બાળક પરત મળતા જ માતા તેને ભેટીને રડી પડી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હવે AI ડ્રોન મચ્છરોને ભગાડશે રાજકોટમાં હવે AI ડ્રોન મચ્છરોને ભગાડશે..મનપાએ રામનાથપરા મંદિર પાસે ડ્રોનથી દવા છંટકાવનો પ્રારંભ કર્યો.. મ્યુ. કમિશનર મોડા આવ્યા તો મેયરે કાર્યક્રમ શરૂ કરી દીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવતીની હત્યા કરી અઢી લાખની લૂંટ ચલાવાઈ માંડવીના ગોદાવાડી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના. ઘરમાં ઘૂસેલા લૂંટારુઓ 25 વર્ષની યુવતીના કાળી પટ્ટીથી હાથ બાધ્યાં..માથે પ્લાસ્ટિકની થેલી પહેરાવી અને ચાર્જિંગ કેબલથી ગળું દબાવી હત્યા કરી અઢી લાખની લૂંટ ચલાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આખલાએ શિંગડાં મારી મારીને યુવકનો જીવ લીધો ધોળકા GIDCમાં શીંગડા મારી મારીને આખલાએ યુવકનો જીવ લીધો.. ટ્રેક્ટર ચાલકે હિંસક બનેલા આખલાને ભગાડ્યો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડુ થઈ ચૂક્યુ હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપના બે જૂથ વચ્ચે લોહીયાળ મારામારી વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ. જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફેસબુક પોસ્ટ પર કરાયેલી કોમેન્ટને કારણે મારામારી થઈ હોવાનું સામે આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અવાવરુ જગ્યાએ લઈ જઈ સગીરા પર ગેંગરેપ વલસાડમા ત્રણ મિત્રોએ સગીરા પર ગેંગરેપ કર્યો. 6 મહિના પહેલા સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ હતી.. જે બાદ સગીરાને અવાવરુ જગ્યાએ બોલાવી ત્રણ મિત્રોએ તેની સાથે હેવાનિયત આચરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બીજો સોમવારે દાદાના દર્શન કરવા ભક્તોની ભીડ શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોનો મહાસાગર છલકાયો.. વહેલી સવારથી દર્શન માટે લાઈનો લાગી..હર હર ભોલેના નાદથી મંદિર પરિસર ગુંજ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સુરત PSI મિસફાયરિંગ કેસમાં પિસ્ટલમાં 2 ગોળી હતી:ફસાયેલી ગોળી બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે ફાયરિંગ, બીજી ગોળી ત્રાંસી રીતે ફસાઈ
    Next Article
    એક્ટિવામાં ઘૂસેલા કોબ્રા સાપનું રેસ્ક્યૂ:એક્ટિવામાં કોબ્રા સાપનું બચ્ચું ઘૂસી જતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો, વન વિભાગે ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યૂ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment