Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત PSI મિસફાયરિંગ કેસમાં પિસ્ટલમાં 2 ગોળી હતી:ફસાયેલી ગોળી બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે ફાયરિંગ, બીજી ગોળી ત્રાંસી રીતે ફસાઈ

    1 day ago

    સુરતમાં નાના વરાછા પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વર સાફ કરતી વખતે PSI મકવાણાના મિસ ફાયરિંગમાં ગંભીર રીતે ઘવાયેલા 45 વર્ષીય લારીચાલક અરવિંદ પટેલની હાલત હવે સ્થિર છે. PSIની પિસ્ટલમાં બે ગોળી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક ગોળી ફસાઈ હતી જે બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે ફાયરિંગ થયું હતું, જેના કારણે નીચેથી લોડ થયેલી બીજી ગોળી પણ ત્રાંસી રીતે ફસાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઓટોમેટિક વેપનમાં એક રાઉન્ડ ફાયર થયા બાદ આપોઆપ બીજી ગોળી લોડ થઈ જતી હોય છે. આ ઘટનામાં પણ એવું જ બન્યું હોય શકે છે. હથિયારમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની આશંકાને પગલે પોલીસે પિસ્તોલને સીઝ કરીને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલાઈ છે. રાતોરાત સર્જરી કરી ક્ષતિગ્રસ્ત આંતરડું દૂર કરાયું ઘટના બાદ તરત જ અરવિંદભાઈને ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ગોળી હાર્ટની નીચેથી પસાર થઈ પેટ વિંધીને નીકળી જતાં નાના આંતરડાને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. તબીબોએ રાત્રે 11:30થી 12:00 વાગ્યા દરમિયાન તાત્કાલિક જટિલ સર્જરી હાથ ધરી નાના આંતરડાનો ડેમેજ થયેલો ભાગ કાપીને સફળતાપૂર્વક અલગ કર્યો હતો. સદનસીબે ગોળીથી કિડની કે શરીરની મુખ્ય નસોને કોઈ નુકસાન પહોંચ્યું ન હોવાથી દર્દી ખતરાની બહાર છે. પોલીસ તમામ તબીબી ખર્ચ ભોગવશે કાપોદ્રા પીઆઈ એમ. આર. સોલંકીએ જણાવ્યું કે, અરવિંદભાઈ પટેલની હોસ્પિટલનો તમામ તબીબી ખર્ચ કાપોદ્રા પોલીસ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યમાં પણ તેમને સારવાર કે અન્ય કોઈ બાબતે સહાયની જરૂર પડશે તો પોલીસ વિભાગ પૂર્ણ સહયોગ આપશે. આ પણ વાંચો... પોલીસ-ચોકીમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, 130 ફૂટ દૂર યુવક વીંધાયો PSI સામે સસ્પેન્શનની લટકતી તલવાર આ ગંભીર ઘટના બાદ PSI સામે ખાતાકીય પગલાં લેવાની કવાયત હાથ ધરાશે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને PSI સામે સસ્પેન્શન સહિતના શિક્ષાત્મક પગલાં અંગેનો અંતિમ નિર્ણય પોલીસ કમિશનર લેશે. સામાન્ય સંજોગોમાં આવા કેસોમાં ખાતાકીય કાર્યવાહી દરમિયાન સસ્પેન્શન કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ કોર્ટના આખરી હુકમની રાહ જોવાતી હોય છે. આ સસ્પેન્શનનો કોઈ નિશ્ચિત સમયગાળો હોતો નથી; તેને ક્યારે રદ કરવો કે આગળ વધારવો તે સંપૂર્ણપણે ઉચ્ચ અધિકારીઓના વિવેકબુદ્ધિ અને તપાસ અહેવાલ પર નિર્ભર રહે છે. લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ઈજાગ્રસ્ત અરવિંદભાઈ પટેલ મૂળ કામરેજના વતની છે અને આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવે છે. તેઓ નાના વરાછા ઢાળ પાસે હોઝિયરીની લારી લગાવીને પત્ની સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પરિણીત દીકરી પણ રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે ટેકો આપી રહી છે. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો, પરંતુ પોલીસ દ્વારા સારવારની જવાબદારી સ્વીકારાતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    મરાઠી શીખવા મામલે મુંબઈમાં ઓટો ડ્રાઈવરોની હડતાળ:કહ્યું- એક ચોપડી પણ ભણ્યા નથી, એટલે તો રીક્ષા ચલાવીએ છીએ, 55 વર્ષની ઉંમરે આ મુશ્કેલ; સરકારે 3 મહિનાનો સમય આપ્યો
    Next Article
    ભાજપના બે જૂથો વચ્ચે ધીંગાણું:ફિશ માર્કેટને પીએમ મોદીનું નામ અપાતા વિવાદ, હાઈકોર્ટે ફગાવ્યા ચૈતર વસાવાના જામીન, યુવતીની હત્યા કરી અઢી લાખની લૂંટ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment