Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ પર અડીંગો જમાવતાં ઢોરથી પાલનપુરવાસીઓ પરેશાન:ચોમાસું બેસતા માર્ગો જોખમી, રખડતાં ઢોર પકડવાનું કામ એજન્સીને સોંપાયું, આજથી ઢોર પાંજરે પૂરશે

    1 day ago

    બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. ચોમાસાની શરૂઆત થતાં જ ઢોર રસ્તા પર આવી રહ્યા છે. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતા ઢોરો દ્વારા લોકોને અડફેટે લેવાના અનેક બનાવો બન્યા હોવા છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. શહેરના રસ્તાઓ હોય કે હાઈવે, દરેક જગ્યાએ રખડતા ઢોરો રસ્તા વચ્ચે અડિંગો જમાવી દે છે. આનાથી ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહે છે. ભૂતકાળમાં પણ રખડતા ઢોરોને કારણે જાનહાનીના બનાવો બન્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા ઢોરોને પકડવા માટે અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાનો લોકોમાં રોષ છે. પાલિકાએ એક એજન્સીને ઢોર પકડવાની કામગીરી સોંપી છે અને આજથી કામગીરી શરૂ કરાઈ હોવાનો ચીફ ઓફિસરે દાવો કર્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે રખડતા ઢોરોને પકડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ કોઈ કામગીરી થતી નથી. આ સ્થિતિ પાલનપુર શહેર માટે રોજિંદી બની ગઈ છે. વિપક્ષ દ્વારા પણ વહેલી તકે પાલિકા દ્વારા રખડતા ઢોરોને પાંજરે પૂરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે પાલનપુર પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે, નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા માટે એક એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. જુદી જુદી ગૌશાળાઓ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, આજથી નગરપાલિકા વિસ્તારમાં ગાયો પકડવાની કામગીરી ક્રમશઃ શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ ગાયો પકડવામાં આવી હતી અને નગરપાલિકા સતત કામગીરી કરતી રહે છે. આ વર્ષે પણ ટેન્ડર આપીને આજથી કામગીરી શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાના નુગર ગામના યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ:ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો, ત્રણ મહિનામાં બે ભાઈઓના ડૂબી જતાં પરિવારમાં શોક
    Next Article
    સરકારી કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા પ્રજાના ટેક્સનું આંધણ:AMTSની બસો માટે AMC એ ચૂકવ્યા 11.64 કરોડ રૂપિયા, મુસાફરોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment