Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના નુગર ગામના યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ:ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો, ત્રણ મહિનામાં બે ભાઈઓના ડૂબી જતાં પરિવારમાં શોક

    1 day ago

    મહેસાણા નજીક નુગર ગામના તળાવમાં 24 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. નુગર ગામનો સચિન રાવળ નામનો યુવકનો તળાવ કિનારે શૌચાર્થે ગયો હતો જ્યાં પગ લપસી જવાથી ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભાર જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. તળાવના ઊંડા પાણીમાં યુવકનો ગરકાવ મૃતકના કાકા દશરથભાઈએ ભાસ્કરને જણાવ્યું હતું કે, સચિન આજે સવારે મોટપ ખાતે પોતાની નોકરી પર ગયો હતો. તે દરમિયાન પગાર થવાનો હોવાથી તે ઘરે બેંકની પાસબુક લેવા પરત આવ્યો હતો. ઘરે આવ્યા બાદ તે નજીકમાં આવેલા તળાવ કિનારે શૌચાર્થે ગયો હતો. જ્યાં અકસ્માતે પગ લપસી જતાં અથવા નમી પડતાં તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગામનું તળાવ ખૂબ જ ઊંડું હોવાથી સચિન બચી શક્યો નહોતો. ત્રણ મહિનામાં બે સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો આ દુર્ઘટનાને કારણે પીડિત પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારમાં પિતાનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું છે. જ્યારે હજુ માંડ ત્રણ માસ અગાઉ જ મૃતક સચિનનો એક ભાઈ પણ આ જ તળાવમાં નાહવા જતાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. એક જ તળાવમાં ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં બે સગા ભાઈઓએ જીવ ગુમાવતાં પરિવારમાં કાળો કળકળાટ છવાઈ ગયો છે. આ કરૂણ ઘટના બાદ હવે પરિવારમાં માત્ર વિધવા માતા અને એક નાનો ભાઈ જ એકલા પડી ગયા છે. ઘટના અંગે મહેસાણા ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ચોકબજારમાં પાલિકાનું બુલડોઝર ફર્યું:એન્ડ્રુઝ લાઈબ્રેરી અને રાજા ઓવારા પાસે ગેરકાયદે દબાણો તોડી પડાયાં, ટ્રાફિક સમસ્યા હળવી થશે, નવો રસ્તો બનશે
    Next Article
    રોડ પર અડીંગો જમાવતાં ઢોરથી પાલનપુરવાસીઓ પરેશાન:ચોમાસું બેસતા માર્ગો જોખમી, રખડતાં ઢોર પકડવાનું કામ એજન્સીને સોંપાયું, આજથી ઢોર પાંજરે પૂરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment