Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ચોકબજારમાં પાલિકાનું બુલડોઝર ફર્યું:એન્ડ્રુઝ લાઈબ્રેરી અને રાજા ઓવારા પાસે ગેરકાયદે દબાણો તોડી પડાયાં, ટ્રાફિક સમસ્યા હળવી થશે, નવો રસ્તો બનશે

    1 day ago

    સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદે દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ચોકબજાર ખાતે આવેલી ઐતિહાસિક એન્ડ્રુઝ લાઈબ્રેરી અને રાજા ઓવારા પાસે જાહેર માર્ગ પર ઊભા થયેલા ગેરકાયદે સ્ટ્રક્ચર તેમજ પાનની કેબિનો પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું હતું. આ દબાણો દૂર થતાં હવે અહીં નવો રસ્તો બનશે, જેનાથી સેન્ટ્રલ ઝોનમાં દરરોજ ટ્રાફિકજામની સમસ્યા વેઠતા હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે. મેટ્રોની કામગીરી વચ્ચે ટ્રાફિકની હાલાકીમાંથી મુક્તિ મળશે સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પહેલા તબક્કાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. છેલ્લા ચાર વર્ષથી રાજમાર્ગથી લઈને ચોકબજાર સુધી મેટ્રો કામગીરીને પગલે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તેમાં પણ પીક અવર્સમાં એન્ડ્રુઝ લાઈબ્રેરી પાસે ટ્રાફિક જામ સામાન્ય બની ગયો હતો. આ પરિસ્થિતિ વચ્ચે પાલિકાના સેન્ટ્રલ ઝોન તંત્રએ સવારે જેસીબી અને મશીનરી સાથે પહોંચી નડતરરૂપ પાકા બાંધકામો, પ્લેટફોર્મ અને લારી-ગલ્લાંના દબાણો હટાવવાની સપાટો બોલાવ્યો હતો. નવો રસ્તો બનતાં ક્રાઇમ બ્રાન્ચ અને મુલાકાતીઓને પાર્કિંગનો લાભ તંત્ર દ્વારા દબાણો સાફ કર્યા બાદ હવે તાત્કાલિક લેવલિંગની કામગીરી હાથ ધરીને આગામી એક-બે દિવસમાં ડામર રોડ બનાવવામાં આવશે. રસ્તો પહોળો થવાથી ટ્રાફિકની ગતિ વધશે તેમજ નજીકમાં જ આવેલી ક્રાઇમ બ્રાન્ચ કચેરીના અધિકારીઓ અને મુલાકાતીઓના વાહન પાર્કિંગની વર્ષો જૂની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવશે. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા ખાણી-પીણીની ગેરકાયદે લારીઓ હટાવવાની પણ લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી. હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર હરકતમાં આવ્યું રાજા ઓવારા પાસે ગેરકાયદે વકફ ઊભું કરી જાહેર માર્ગ પર દબાણ કરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ ગેરકાયદે દબાણ દૂર કરી જગ્યાનો કબજો મહાનગરપાલિકાને લેવા માટે સ્પષ્ટ આદેશ કર્યો હતો. આ આદેશના પગલે પાલિકાના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી પાર પાડી હતી. ‘12 વર્ષની કાનૂની લડત બાદ આજે સફળતા મળી’ : દીપક આફ્રિકાવાલા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરનાર દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું હતું કે, હું ચોકબજારની હેરિટેજ ધરોહર બચાવવા માટે છેલ્લા 12 વર્ષથી લડી રહ્યો છું. રાજા ઓવારા પર ગેરકાયદે કબજો જમાવી પ્લેટફોર્મ અને દુકાનો શરૂ કરી દેવાઈ હતી. આજે નર્મદ જયંતી નિમિત્તે ગાંધીબાગ આવેલા અધિકારીઓને સ્થળ પર લાવીને રજૂઆત કરતાં જ તંત્રએ તત્કાલ મશીનરી બોલાવી ઓપરેશન શરૂ કર્યું હતું. આ કામગીરીથી હેરિટેજ વિસ્તાર ખુલ્લો થયો છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં ફૂટપાથ પર દબાણ હટાવાયું:ઓલફેડ હાઈસ્કૂલથી બસ સ્ટેશન સુધી પાલિકાની કાર્યવાહી
    Next Article
    મહેસાણાના નુગર ગામના યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ:ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો, ત્રણ મહિનામાં બે ભાઈઓના ડૂબી જતાં પરિવારમાં શોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment