Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં ફૂટપાથ પર દબાણ હટાવાયું:ઓલફેડ હાઈસ્કૂલથી બસ સ્ટેશન સુધી પાલિકાની કાર્યવાહી

    1 day ago

    ભુજ નગરપાલિકાએ સોમવારે શહેરના જાહેર માર્ગો અને ફૂટપાથને દબાણમુક્ત કરવા માટે મોટી કાર્યવાહી કરી હતી. પાલિકાની ટીમે ઓલફેડ હાઈસ્કૂલથી ભુજ બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવ્યા હતા.ફૂટપાથ પરના દબાણને કારણે રાહદારીઓને મુખ્ય માર્ગ પર ચાલવું પડે છે, જેનાથી ટ્રાફિક અને અકસ્માતનું જોખમ વધે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, પાલિકાએ અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપી દબાણ દૂર કરવા સૂચના આપી હતી. નોટિસ બાદ સોમવારે પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી. આ દરમિયાન ફૂટપાથ પરના વિવિધ ગેરકાયદેસર દબાણો અને અડચણરૂપ સામગ્રી દૂર કરવામાં આવી હતી. કેટલાક દબાણકર્તાઓએ પાલિકાની કાર્યવાહી પહેલાં જ સ્વયંભૂ દબાણ હટાવી લીધા હતા.નગરપાલિકાના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીનો મુખ્ય હેતુ માત્ર દબાણ દૂર કરવાનો નથી, પરંતુ શહેરના ફૂટપાથને રાહદારીઓ માટે સુરક્ષિત અને ઉપયોગી બનાવવાનો છે. ખાસ કરીને મુખ્ય બજાર વિસ્તારોમાં ફૂટપાથ ખુલ્લા રહેવાથી ટ્રાફિક વ્યવસ્થા સુધરશે અને લોકોને પણ સરળતા રહેશે. પાલિકાએ સ્પષ્ટતા કરી છે કે દબાણ હટાવવાની આ કામગીરી એક દિવસ પૂરતી મર્યાદિત નથી. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા દ્વારા દબાણ ફરી ન થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટણના નાગેશ્વર મહાદેવને શાકભાજી-ફ્રુટની આંગી કરાઈ:શ્રાવણના બીજા સોમવારે ભગવતીનગર મંદિરમાં વિશેષ દર્શન
    Next Article
    સુરત ચોકબજારમાં પાલિકાનું બુલડોઝર ફર્યું:એન્ડ્રુઝ લાઈબ્રેરી અને રાજા ઓવારા પાસે ગેરકાયદે દબાણો તોડી પડાયાં, ટ્રાફિક સમસ્યા હળવી થશે, નવો રસ્તો બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment