Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા પ્રજાના ટેક્સનું આંધણ:AMTSની બસો માટે AMC એ ચૂકવ્યા 11.64 કરોડ રૂપિયા, મુસાફરોને હાલાકી

    1 day ago

    અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના નેતાઓના સરકારી કાર્યક્રમો માટે દોડાવવામાં આવેલી બસોનું કરોડો રૂપિયાનું બિલ પ્રજાના ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. વિવિધ જાહેર કાર્યક્રમોમાં કાર્યકરો અને નાગરિકોને લાવવા-લઈ જવા માટે વપરાયેલી બસો પેટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા AMTSને 11.64 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. સરકારી મેળાવડાઓમાં ભીડ એકત્ર કરવા પાછળ પ્રજાના ટેક્સના પૈસાનો બેફામ ઉપયોગ કરાતો હોવાના આક્ષેપો વચ્ચે આ મામલો શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. નેતાઓના કાર્યક્રમો માટે ફાળવાયેલી બસો પેટે 11 કરોડથી વધુ ચૂકવાયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે યોજાતા વિવિધ સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોને સભા સ્થળ સુધી પહોંચાડવા માટે લાલ બસો ફાળવવામાં આવતી હોય છે. આ સરકારી કાર્યક્રમોમાં દોડાવાયેલી બસોના બાકી ભાડા પેટે કોર્પોરેશન તંત્ર દ્વારા 11 કરોડ 64 લાખ રૂપિયાનું જંગી ચૂકવણું કરવામાં આવ્યું છે. પ્રજાના પરસેવાની કમાણીમાંથી લેવાતા ટેક્સના નાણાં વિકાસકામોમાં વાપરવાને બદલે સરકારી તાયફાઓમાં ભીડ ખેંચી લાવવા પાછળ ખર્ચવામાં આવ્યા હોવાથી વિપક્ષ અને નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોન પેટે પૈસા અડજસ્ટ કરી દેવાયા: AMTS કમિટી ચેરમેન AMTS કમિટીના ચેરમેન પરાગ નાઈકે સમગ્ર મામલે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે સરકારી અને જાહેર કાર્યક્રમોમાં નાગરિકોને સુરક્ષિત લાવવા-લઈ જવા માટે AMTSની બસો નિયમાનુસાર ફાળવવામાં આવી હતી. આ બસ સેવાના ભાડા પેટે લાંબા સમયથી કરોડો રૂપિયાની રકમ બાકી નીકળતી હતી, જેમાંથી AMC દ્વારા 11 કરોડ રૂપિયા ચૂકવી દેવાયા છે. કોર્પોરેશન દ્વારા AMTSને દર વર્ષે અપાતી લોન પેટે આ નાણાં જમા લઈ હિસાબ સરભર કરી દેવામાં આવ્યો છે. સરકારી કાર્યક્રમોમાં બસો રોકાતા સામાન્ય મુસાફરોની મુશ્કેલી વધી એક તરફ સરકારી કાર્યક્રમોમાં બસો ફાળવવાથી AMTS તંત્રને કરોડો રૂપિયાની આવક થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ સામાન્ય દિવસોમાં નિયમિત રૂટ પરથી સેંકડો બસો ખેંચી લેવાતાં દૈનિક મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. શહેરના મુખ્ય માર્ગો પર સમયસર બસો ન મળવાને કારણે નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓને કલાકો સુધી બસ સ્ટોપ પર રઝળપાટ કરવો પડ્યો હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રોડ પર અડીંગો જમાવતાં ઢોરથી પાલનપુરવાસીઓ પરેશાન:ચોમાસું બેસતા માર્ગો જોખમી, રખડતાં ઢોર પકડવાનું કામ એજન્સીને સોંપાયું, આજથી ઢોર પાંજરે પૂરશે
    Next Article
    રૂ.15 લાખનું દેણું થઈ જતા છેતરપિંડીનો માર્ગ અપનાવ્યો હોવાની કબૂલાત:રાજકોટમાં પ્રિ-એપ્રુવ્ડ લોનની સ્કીમમાં ઊંચા વળતરની લાલચે રોકાણકારોના રૂ.9.62 કરોડ ઓળવી જનાર ઈન્દોરથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment