Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.15 લાખનું દેણું થઈ જતા છેતરપિંડીનો માર્ગ અપનાવ્યો હોવાની કબૂલાત:રાજકોટમાં પ્રિ-એપ્રુવ્ડ લોનની સ્કીમમાં ઊંચા વળતરની લાલચે રોકાણકારોના રૂ.9.62 કરોડ ઓળવી જનાર ઈન્દોરથી ઝડપાયો

    1 day ago

    રાજકોટના માધાપર ચોક નજીક રહેતા હાર્દિક તુલસીદાસ તન્ના નામના શખ્સે ડેબિટ કાર્ડ પરની પ્રિ-એપ્રુવ્ડ લોનની સ્કીમમાં દર મહિને 10% જેટલા ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો સાથે રૂ. 9.61 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી જેમાં કોઠારીયા રોડ પર આવેલી આનંદનગર કોલોનીમાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતા સાગરભાઈ રાજેશભાઈ મોરવાડીયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (GPID) એક્ટ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રિ-એપ્રુવ્ડ લોનની સ્કીમ સમજાવી મોટું વળતર આપવાની લાલચ આપી રાજકોટ એસીપી બી.જે.ચૌધરીના જણાવ્યા મુજબ વર્ષ 2022માં આરોપી હાર્દિક તન્નાનો પરિચય ફરિયાદી સાગરભાઈ સાથે થયો હતો. ફર્નિચરની દુકાનમાં નોકરી કરતા હાર્દિકે શરૂઆતમાં ડેબિટ કાર્ડ પ્રિ-એપ્રુવ્ડ લોનની સ્કીમ સમજાવી મોટું વળતર આપવાની લાલચ આપી હતી અને રોકાણકારોનો ભરોસો જીતવા માટે શરૂઆતમાં નાની રકમ પર 20% સુધીનું વળતર સમયસર પરત ચૂકવ્યું હતું આ પછી વિશ્વાસ કેળવી આરોપીએ ધંધાના વિકાસ માટે મોટા રોકાણની માંગણી કરી હતી જેથી સાગરભાઈએ પોતાની બચત, પર્સનલ લોન અને મકાન મોર્ગેજ મૂકીને કુલ રૂ.2.70 કરોડ આરોપીને સોંપી દીધા હતા. ​'દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ' નામે એક આલીશાન ઓફિસ શરૂ કરી હતી પોતાની જાળ વધુ મજબૂત કરવા માટે આરોપી હાર્દિકે ઓક્ટોબર 2023માં શીતલપાર્ક સર્કલ નજીક આર.કે. વર્લ્ડ ટાવરમાં 'દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ' નામે એક આલીશાન ઓફિસ શરૂ કરી હતી જેના ઉદ્ઘાટન પ્રસંગે વધુ રોકાણકારોને આકર્ષવાની યોજના બનાવી હતી. આ સ્કીમની લાલચમાં આવીને ફરિયાદીના સાત કૌટુંબિક ભાઈઓ અને મિત્રો મળીને કુલ 11 લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. આરોપીએ શરૂઆતમાં બેંક મારફતે વળતર પેટે રૂ. 3.61 કરોડ ચૂકવ્યા પણ હતા, પરંતુ ત્યારબાદ મોટી રકમ એકત્ર થતાં જ મૂડી અને વળતર ચૂકવવાનું બંધ કરી દીધું હતું. રૂ.15 લાખનું દેણું થઇ જતા છેતરપિંડીનો માર્ગ અપનાવ્યો અવારનવાર રકમ પરત માગવા છતાં આરોપીએ નાણાં આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો જેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં રોકાણકારોએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન આરોપી હાર્દિક તન્નાની મધ્યપ્રદેશના ઈન્દોર શહેર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેના પર રૂ.15 લાખનું દેણું થઈ ગયું હોવાથી તેને ચુકવવા માટે જ આ આખી છેતરપિંડીની યોજના ઘડી હતી અને લોકોની કરોડોની મત્તા ઓળવી ગયો હતો. હાલ યુનિવર્સિટી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી અલગ અલગ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા પ્રજાના ટેક્સનું આંધણ:AMTSની બસો માટે AMC એ ચૂકવ્યા 11.64 કરોડ રૂપિયા, મુસાફરોને હાલાકી
    Next Article
    ડાંગના ધૂળચોંડમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:સરસ્વતી વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment