Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ધીરજની પરીક્ષા ના લો, જાહેર જીવનમાં છું એટલે મર્યાદામાં છું’:સાગબારા જંગલ જમીન ખેડાણ મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું- વન અધિકારીઓ અંગ્રેજો જેમ વર્તી રહ્યા છે

    9 hours ago

    નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણની મંજૂરીના મુદ્દે ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત્ રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ ધરણાં સ્થળની મુલાકાત લીધી હતી અને ખેડૂતોને સમર્થન આપ્યું હતું. તેઓ ખેડૂતો સાથે ધરણાં પર બેઠા હતા અને વન વિભાગના અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતો છેલ્લા 17 દિવસથી ધરણાં પર બેઠા હોવા છતાં, વન વિભાગ દ્વારા ખેડૂતો જે જમીન પર ખેડાણ કરવાનો દાવો કરે છે ત્યાં રોપાઓ રોપવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આના કારણે સાગબારા વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરણા સ્થળે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સાગબારાના લોકો ઈચ્છે તો વન વિભાગના લોકોને અહીં ફરકવા પણ ન દે, પરંતુ તેઓ લોકોને સમજાવી રહ્યા હોવાથી શાંતિ જાળવી રાખવામાં આવી છે. તેમણે વન વિભાગને ચેતવણી આપતા કહ્યું કે, ખેડૂતોની ધીરજની પરીક્ષા ન લેવી જોઈએ, કારણ કે તેઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. સાંસદે ઉમરપાડાના ડીએફઓ અને સબ ડીએફઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, આ બંને અધિકારીઓ વાઇસરોયની જેમ વર્તી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ઉમરપાડાના લોકો તેમના કહેવા પર ચાલવાના નથી અને આ અધિકારીઓ અંગ્રેજોની જેમ વર્તન કરી રહ્યા છે. જાણો શું છે સમગ્ર મુદ્દો? છેલ્લા લાંબા સમયથી ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ અને સાગબારા વિસ્તારના આદિવાસીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વન વિભાગ દ્વારા સાગબારા વિસ્તારના આદિવાસીઓ ખેડૂતોને જંગલમાં ખેડાણ કરતા અટકવામાં આવી રહ્યા છે. સાગબારાના ખેડૂતોને જંગલ વિસ્તારમાં ખેતી કરવા દે તેવી માંગ સાથે ધરણા પર બેઠા છે. મનસુખ વસાવાએ આશા વ્યક્ત કરી હતી કે, આગામી 25 કે 26 તારીખે સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તેમાં મુખ્યમંત્રી સાગબારાના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે. તેમણે જણાવ્યું કે, હાલ હકદાવાની વાત બાજુ પર રાખીને માત્ર ખેડૂતોને ખેડાણ કરવાની મંજૂરી આપવી જોઈએ. સાંસદે સ્વીકાર્યું કે, ઘણા લોકોની જેમ તેમને પણ આ મુદ્દે ગુસ્સો આવે છે, પરંતુ જાહેર જીવનમાં હોવાના કારણે મર્યાદામાં રહેવું પડે છે. સાંસદે વધુમાં કહ્યું કે, "અમારો હાથ જે પથ્થર નીચે દબાયો છે તે અમારે બહાર કાઢવાનો છે. સરકાર પાસે અમને ન્યાય મળશે એવો પૂરો વિશ્વાસ છે." સાગબારા જંગલ જમીન ખેડાણ મુદ્દે ખેડૂતોનું ધરણા આંદોલન સતત 17મા દિવસે પણ ચાલુ રહેતા, હવે સરકારના આગામી નિર્ણય પર સૌની નજર મંડાઈ છે. ગ્રામસભાના ઠરાવ બાદ ખેતી શક્ય: વન વિભાગ બીજી તરફ, સુરત વન વિભાગના એ.સી.એફ. ગૌરવ કુમારે જણાવ્યું હતું કે હાલ વિવાદિત જમીન સુરત જિલ્લામાં આવે છે. નિયમ મુજબ ગ્રામસભાનો ઠરાવ હોય તો જ આ જમીન પર ખેતી કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે હાલ ખેતી કરતા ખેડૂતો પાસે કોઈ આધાર પુરાવા નથી. જો ગ્રામ પંચાયત અથવા ગ્રામસભાના ઠરાવ બાદ ખેતી કરી શકાય તેમ હશે તો વન વિભાગને તેનો કોઈ વિરોધ નહીં હોય.
    Click here to Read More
    Previous Article
    જિ.પં.ની કારોબારીમાં 39.63 કરોડના કામો મંજૂર:કાગવડ બાયપાસ, કુવાડવા એપ્રોચ તેમજ ખંભાળા-વાજડી સહિત 13 રસ્તાઓના કામોને મંજૂરી, 52 નવી આંગણવાડી બનશે
    Next Article
    રાજકોટમાં Ph.Dની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ:હોટલોમાં અવારનવાર શરીર સંબંધ બાંધ્યા, ચોટીલામાં માતાજીની સાક્ષીએ સેંથો પૂરી પત્ની માની પણ લગ્ન ન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment