Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિ.પં.ની કારોબારીમાં 39.63 કરોડના કામો મંજૂર:કાગવડ બાયપાસ, કુવાડવા એપ્રોચ તેમજ ખંભાળા-વાજડી સહિત 13 રસ્તાઓના કામોને મંજૂરી, 52 નવી આંગણવાડી બનશે

    11 hours ago

    રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ લાંબા સમય પછી મળેલી આ બેઠકમાં સભ્યોની પાંખી હાજરી વચ્ચે સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિકાસને વેગ આપતા 30.16 કરોડ રૂપિયાના ટેન્ડર અને 9.47 કરોડ રૂપિયાના વહીવટી કામો મળીને કુલ 39.63 કરોડ રૂપિયાના 43 વિકાસકામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ બેઠકમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના રસ્તા, સિંચાઈ અને માળખાકીય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. બાંધકામ શાખા હેઠળ 28.01 કરોડના ખર્ચે 13 રસ્તા અને ભવન નિર્માણ થશે કારોબારી બેઠકમાં બાંધકામ શાખા હસ્તકના કુલ 28.01 કરોડ રૂપિયાના 27 કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. જેમાં જેતપુર તાલુકામાં કાગવડ બાયપાસ રોડ (1.6 કિમી), નવાગઢ-સરધારપુર-પાંચપીપળા રોડ (1.165 કિમી), કેરાળી-પ્રેમગઢ-મેવાસા રોડ (1.25 કિમી) અને થોરાળા એપ્રોચ રોડ (315 મીટર) નવો બનશે. આ ઉપરાંત પડધરીમાં ઢોકળીયા-ખંભાળા-ન્યારા રોડથી ખંભાળા-વાજડી રોડ (700 મીટર) તથા વિસામણ-જીવાપર રોડ (480 મીટર), રાજકોટ તાલુકામાં નેશનલ હાઈ-વેથી કુવાડવા એપ્રોચ રોડ (1.65 કિમી) તેમજ જામકંડોરણા તાલુકામાં ખાટલી એપ્રોચ રોડ, નગરનાકાથી હજુરીયા પાદરીયા રોડ, કાનાવડાળાથી દડવી રોડ, સાજડીયાળીથી ધોળીધાર રોડ અને ગુંદાસરીથી બરડીયા રોડ પર સીસી રોડ અને સુવિધાપથના કામો મંજૂર કરાયા છે. સાથે જ જિલ્લાના વિવિધ ગામોમાં 52 નવી આંગણવાડી અને મોટા મહિકા, બિલીયાળા, ભુણાવા સહિત 25 ગામોમાં નવા ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરાશે. સિંચાઈ શાખાના 11.55 કરોડના કામો અને આઈટી સાધનોની ખરીદી મંજૂર જિલ્લામાં જળસંચય અને સિંચાઈ વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે સિંચાઈ શાખા હેઠળ કુલ 11.55 કરોડ રૂપિયાના 14 કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં જામકંડોરણાના જામદાદર માઈનોર, ઉપલેટાના પાનેલી માઈનોર, સોડવદર માઈનોર તથા રંગપર રોડ પર સાજડીયાળી ખાતે કેનાલ રીનોવેશન કામો હાથ ધરાશે. આ સાથે વિંછીયાના જંડા અને સેફ સ્ટેજ ટુ ફુલઝર ખાતે બોક્સ કલવર્ટ ફ્લાય ઓવર તેમજ ધોરાજી અને કોટડાસાંગાણીમાં પરકોલેશન ટેન્કના કામો કરાશે. વહીવટી પારદર્શિતા અને ગતિ લાવવા માટે મહેકમ શાખા માટે 3.50 લાખ રૂપિયાના 3 કમ્પ્યુટર અને વહીવટ શાખા માટે 3 લાખ રૂપિયાના 2 કમ્પ્યુટર તથા પ્રિન્ટર ખરીદવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. પારદર્શક વહીવટની ખાતરી, સ્થળાંતર કૌભાંડ મુદ્દે તપાસનો જૂનો રાગ કારોબારી સમિતિના ચેરમેન નરશીભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે કમ્પ્યુટર સહિતની ખરીદી માટે નિયમાનુસાર 3 ટેન્ડર મંગાવી સૌથી નીચા ભાવ મુજબ પ્રક્રિયા હાથ ધરાશે. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, પાણી અને સિંચાઈ જેવા તમામ ગ્રામીણ કામો ઝડપથી પૂર્ણ થાય તે તંત્રની મુખ્ય નેમ છે. બીજી તરફ, જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતર કૌભાંડ મામલે પૂછાયેલા પ્રશ્ન અંગે તેઓએ પોતે અજાણ હોવાનું જણાવી સમગ્ર મામલે તપાસ બાદ દોષિતો સામે યોગ્ય પગલાં લેવાની જૂની વાતનું પુનરાવર્તન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સગીર વિદ્યાર્થીને સિગરેટ પીવડાવી માર મારનાર છ સામે ગુનો દાખલ:યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવી માધવ બોયઝ હોસ્ટેલના સંચાલકો ફરિયાદી બને તેવી માગ કરી
    Next Article
    ‘ધીરજની પરીક્ષા ના લો, જાહેર જીવનમાં છું એટલે મર્યાદામાં છું’:સાગબારા જંગલ જમીન ખેડાણ મુદ્દે મનસુખ વસાવાએ કહ્યું- વન અધિકારીઓ અંગ્રેજો જેમ વર્તી રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment