Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીર વિદ્યાર્થીને સિગરેટ પીવડાવી માર મારનાર છ સામે ગુનો દાખલ:યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવી માધવ બોયઝ હોસ્ટેલના સંચાલકો ફરિયાદી બને તેવી માગ કરી

    8 hours ago

    ​ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના એક વિદ્યાર્થી પર સિનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ, મારપીટ અને અમાનવીય કૃત્યનો મામલે આજે (24 ઓગસ્ટ) શહેર યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ મામલે ભોગ બનનાર સગીરના પિતાએ હોસ્ટેલના ચાર વિદ્યાર્થી અને બે સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લખનીય છે કે, ઘટના સામે આવ્યા બાદ સંચાલકે ચારેય વિદ્યાર્થીઓને રસ્ટીગેટ કરી દીધા હતા. સગીર પાસે મસાજ કરાવતા, ઘરે ન કહેવા ધમકી આપીઃ પિતા આ બનાવ અંગે 14 વર્ષીય પુત્રના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણ મહિના અગાઉ જ તેમના દીકરાએ અભ્યાસ અર્થે કાળિયાબીડની માધવ બોયઝ હોસ્ટેલમાં પ્રવેશ મેળવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી હોસ્ટેલના રૂમમાં તેની સાથે રહેતા ચાર સિનિયર વિદ્યાર્થી (સાબીર મહમદઅલી સોદાગર, ગોપાલ દિનેશભાઈ રાઠોડ, વિનીત વાઘજીભાઈ મિંજારા (જીંજાળા) અને યાજ્ઞીક બળવંતભાઈ રજત) દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો. આ વિદ્યાર્થીઓ સગીરને દબાણપૂર્વક સિગરેટ પીવડાવતા અને જો તે ના પાડે તો તેને માર મારતા હતાં. આરોપીઓ તેમના પુત્ર પાસે મસાજ, માથામાં તેલ નખાવવા જેવા અંગત કામો કરાવતા. સગીરને રૂમ કે બાથરૂમમાં પૂરી દેતા. એટલું જ નહીં, જો આ વાત ઘરના સભ્યોને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હોસ્ટેલ માલિકે કાર્યવાહી ન કરી મામલો દબાવ્યાનો આરોપ ઘટના અંગે જ્યારે સગીરના પિતાએ હોસ્ટેલના માલિક નિલેશ આહીરને જાણ કરી ત્યારે તેણે સામાન્ય ઠપકો આપી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં, હોસ્ટેલમાં દેખરેખ રાખતા અંકુર અને જીગર નામના કર્મચારીઓ પણ સગીરને હેરાન કરતા હતા. પિતાએ હોસ્ટેલના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં તમામ હકીકતો સાબિત થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ સગીરને માર મારતા અને બાથરૂમમાં પૂરતા સ્પષ્ટ નજરે પડ્યા હતા. બે હોસ્ટેલ કર્મી સામે પણ ગુનો દાખલ આ મામલે પીડિત સગીરના પિતા દ્વારા સાબીર મહમદઅલી સોદાગર, ગોપાલ દિનેશભાઈ રાઠોડ, વિનીત વાઘજીભાઈ મિંજારા (જીંજાળા), યાજ્ઞીક બળવંતભાઈ રજત તેમજ હોસ્ટેલના કર્મચારીઓ અંકુર અને જીગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સંચાલકો પોતે ફરિયાદી બને તેવી માગઃ યુથ કોંગ્રેસ ભાવનગર શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ગિરીરાજસિંહ વાળાએ જણાવ્યું કે, ગરીબ મા-બાપ મજૂરી કરીને મોંઘી ફી ભરીને બાળકોને હોસ્ટેલમાં મૂકે છે, ત્યારે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલું આ કૃત્ય અત્યંત ધૃણાસ્પદ છે.યુવક કોંગ્રેસ અને NSUI આનો સખત વિરોધ કરે છે. આ ઘટનામાં હોસ્ટેલના રેક્ટરની પણ સંડોવણી હોવાનું જણાઈ આવ્યું છે અને ફરિયાદમાં બે લોકોના નામ સામે આવ્યા છે, ત્યારે સંચાલકોએ રેક્ટર અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવા જોઈએ. રાત્રે સિક્યુરિટી કેમેરાની સામે રહેશે, સ્ટાફમાં વધારો કરાયોઃ સંચાલક માધવ બોયઝ હોસ્ટેલના સંચાલક નીલેશ બલદાણિયાએ કહ્યું કે, જે વિદ્યાર્થીઓ આમાં સંડોવાયેલા હતા, તેમના વાલીઓને બોલાવીને તેમને વિદ્યાર્થીઓ સોંપી દેવામાં આવ્યા છે. જો આ ઘટનામાં સંસ્થાનો સ્ટાફ કે રેક્ટર સંડોવાયેલા હોવાનું સામે આવશે, તો સંસ્થા તેમની સામે પણ કડક પગલા લેશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે રાત્રિના સમયે કેમેરા સામે જ સિક્યુરિટી બેસી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સ્ટાફમાં પણ વધારો કરાયો. હોસ્ટેલમાં ધોરણ 8થી 12ના અંદાજે 80 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. આ ઉપરાંત 6 કોલેજિયન વિદ્યાર્થીઓ પણ છે, જેનો વિભાગ અલગ છે. ઘટના રાત્રે 12થી 2 વાગ્યાના ગાળામાં બની હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહ પર ટિપ્પણીથી હિમાચલ BJP ભડકી:કોંગ્રેસ નેતા ખેડા સામે FIRની માંગ; જમ્વાલ બોલ્યા- કેન્દ્રીય મંત્રીને ભાગેડુ અને તડીપાર કહ્યા
    Next Article
    જિ.પં.ની કારોબારીમાં 39.63 કરોડના કામો મંજૂર:કાગવડ બાયપાસ, કુવાડવા એપ્રોચ તેમજ ખંભાળા-વાજડી સહિત 13 રસ્તાઓના કામોને મંજૂરી, 52 નવી આંગણવાડી બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment