Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના બીજા સોમવારે તખ્તેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ:શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવના નાદ

    14 hours ago

    શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવની ભક્તિ-ઉપાસનાનો અનોખો માસ, આ શ્રાવણ માસનો પ્રારંભથી જ શહેર-જિલ્લામાં આવેલા શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે. એક માસ સુધી ચોમેર ધર્મ-આસ્થાનો ભવ્ય માહોલ જોવા મળે છે, ત્યારે શ્રાવણ માસમાં બીજા સોમવારે શ્રધ્ધાળુઓનો મંદિરમાં ભારે ઘસારો જોવા મળે છે. ભાવનગરમાં આસ્થાનું પ્રતિક એવું મંદિર એટલે ‘તખ્તેશ્વર મહાદેવ’ છે. મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર છે. જે સંપૂર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવવામાં આવેલું છે. ભક્તિ સાથે લોકોમાં આસ્થાની ખાસ રંગત સુભાષનગરમાં શિવાલય આવેલું જે શિવ વિહાર ટ્રસ્ટનું ભગવાનેશ્વર મહાદેવ મંદિરમાં આજે સોમવાર નિમિતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યાં લોકોએ મહાદેવને દુધના અભિષેક સાથે પૂજા કરી હતી. દર વર્ષે શ્રાવણ માસનાં આરંભ સાથે ગોહિલવાડમાં ધર્મ-ભક્તિ સાથે લોકોમાં આસ્થાની ખાસ રંગત જોવા મળે છે. સકળ સૃષ્ટિમાં જીવને શિવ સાથે એકાકાર કરતો માસ એટલે પવિત્ર પાવન શ્રાવણ માસ, મહાદેવની ભક્તિ-શરણું લે એનાં તમામ સંકટો આધિ-વ્યાધિ ઉપાધિ સાથે ભવસાગરનાં બંધનમાંથી મુક્ત કરી શિવ પોતાના શરણમાં આશરો આપે છે, ફક્ત બિલ્લિપત્ર સાથે એક લોટા જળથી ભગવાન આશુતોષ પ્રસન્ન થાય છે. મંદિરો સુંદર રોશનીથી ઝળહળ્યા ભગવાનેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર, કૃષ્ણેશ્વર મહાદેવ હલુરીયા ચોક, ચંદ્રેશ્વર મહાદેવ મંદિર, જશોનાથ મહાદેવ, ભીડભંજન, નારેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં શ્રાવણ માસની ખાસ ઉજવણી કરવામાં આવે છે. શિવાલયોને રંગરોગાન સાથે સુંદર રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યાં છે શિવભક્તોમાં અનેરી આસ્થા જોવા મળી રહી છે. શહેર-જિલ્લામાં આવેલ નામી અનામી શિવાલયોમાં શિવભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં નશીલા પદાર્થોના વેચાણ સામે રજૂઆત:કલેક્ટરને આવેદનપત્ર આપી તકેદારી રાખવા અપીલ કરાઈ
    Next Article
    શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી ઓનલાઇન ઠગાઈ:છેતરપિંડી આચરનાર સાયબર ઠગ નવી મુંબઈથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment