Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી ઓનલાઇન ઠગાઈ:છેતરપિંડી આચરનાર સાયબર ઠગ નવી મુંબઈથી ઝડપાયો

    12 hours ago

    તાપી જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ સામે કાર્યવાહી કરી છે. નિઝર પોલીસ સ્ટેશને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઓનલાઇન ઠગાઈ આચરનાર એક આરોપીને મહારાષ્ટ્રના નવી મુંબઈ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નિઝર તાલુકાના ફુણીયા ગામના સ્કૂલ ફળિયામાં રહેતા ફરિયાદી હિતિનભાઈ મનિષભાઈ પાલવીને ૨૮ જૂન, ૨૦૨૪ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન અજાણ્યા શખ્સોએ ફોન કરીને શેરબજારમાં ટૂંકા સમયમાં ઊંચા નફાની લાલચ આપી હતી. આરોપીઓએ ફરિયાદીને ૧૦,૦૦૦ રૂપિયાના રોકાણ સામે ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધીના નફાનું વચન આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ અલગ-અલગ તારીખ અને સમયાંતરે પોતાના સ્કેનર ઉપર કુલ ૧૭,૫૦૦ રૂપિયા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા. જોકે, વચન મુજબ નફો કે રોકાણની રકમ પરત ન આપી ફરિયાદી સાથે આર્થિક ઠગાઈ આચરવામાં આવી હતી. આ બનાવ અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ ૩૧૮(૨) તથા આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ડી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને નિઝર પોલીસે ટેક્નિકલ એનાલિસિસના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ તપાસના આધારે સાયબર ઠગ વિનય પરદેશીને ઝડપી પાડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણના બીજા સોમવારે તખ્તેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ:શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવના નાદ
    Next Article
    Ranveer Singh Rejects IMPPA Intervention In Don 3 Dispute, Says Court Should Decide

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment