Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદ ખેંચાતાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયાજનક બની:જૂનાગઢના મેંદરડામાં વરસાદ ખેંચાતાં મગફળી સહિતનો પાક સુકાવા લાગ્યો, પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ કરી રાહત-વળતરની માંગ

    9 hours ago

    ​જૂનાગઢ જિલ્લામાં ચાલુ મોસમ દરમિયાન વરસાદ ખેંચાતાં ખેડૂતોની હાલત અત્યંત કપરી બની ગઈ છે. વિશેષ કરીને જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખેડૂતો ભારે ચિંતા અને મુશ્કેલીમાં મુકાયા છે. સમયસર અને પૂરતો વરસાદ ન પડવાને કારણે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેલો પાક ઉગાડવો અને તેને બચાવવો મુશ્કેલ બની ગયો છે. ખેડૂતોએ એક તરફ મોંઘા ભાવાના બિયારણો ખરીદીને વાવેતર કર્યું હતું અને ત્યારબાદ પાકની માવજત માટે દવા છંટકાવ સહિતના મોટા ખર્ચાઓ કર્યા હતા. પરંતુ હવે વરસાદના અભાવે આ તમામ ખર્ચ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ​મેંદરડાના ખેડૂત પરસોતમભાઈ ઢેબરીયાએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, તેમણે જુલાઈ મહિનાની શરૂઆતમાં મગફળી, સોયાબીન અને અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. આ વાવેતર પાછળ તેમણે પ્રતિ વીઘે 10,000 થી 12,000 રૂપિયાનો મોટો ખર્ચ કર્યો હતો. ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થતાં વાવેતર સારું થયું હતું, પરંતુ ત્યાર બાદ લાંબા સમય સુધી વરસાદ ન પડતાં પાકની સ્થિતિ દિન-પ્રતિદિન બગડતી ગઈ છે. મગફળીના પાકમાં અત્યારે સુયા ફૂટવાનો મુખ્ય સમય છે, પરંતુ જમીનમાં ભેજ ન હોવાથી સુયા ફૂટી રહ્યા નથી. આ ઉપરાંત હવામાનના ફેરફારને કારણે ઈયળ અને થ્રિપ્સ જેવા રોગોનો ઉપદ્રવ વધતાં ખેડૂતોને મોંઘી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડે છે. કૂવાઓમાં પણ પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા હોવાથી પિયત આપવું અશક્ય બન્યું છે. ​બીજી તરફ મેંદરડાના અન્ય ખેડૂત ભાવિનભાઈ ગાંધીનગરે જણાવ્યું હતું કે, તેમણે પણ પોતાના ખેતરમાં મગફળી, સોયાબીન અને અડદનું વાવેતર કર્યું છે. મોડી વાવણી હોવા છતાં ખેડૂતોએ ભારે ઉત્સાહ સાથે બિયારણ અને ખાતર પાછળ મોટો ખર્ચ કર્યો હતો. પરંતુ પાક ઉગતાની સાથે જ રોગચાળો શરૂ થયો અને વરસાદ ખેંચાતાં શરૂઆતમાં જ પિયત આપવાની ફરજ પડી હતી. જેના કારણે મગફળીનો વિકાસ રુંધાઈ ગયો છે અને પાક બગડવા લાગ્યો છે. વધુમાં રાત્રિના સમયે જંગલી ભૂંડોનો ત્રાટ પડે છે જે પાકને ભારે નુકસાન પહોંચાડે છે. કૂવામાં પાણી ખતમ થઈ જતાં સરકાર દ્વારા 10 કલાક વીજળી આપવામાં આવતી હોવા છતાં ખેડૂતો પિયત આપી શકતા નથી. ​ખેડૂતોએ વીઘે 20,000 રૂપિયા સુધીનો ખર્ચ કરી નાખ્યો હોવા છતાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની આરે પહોંચતા હવે મજબૂરીવશ ખેતરો ખેડી રહ્યા છે. સોયાબીન અને અડદના પાક પણ પાણીના અભાવે સુકાઈ રહ્યા છે. પાક સુકાઈ જતાં ખેડૂતો પોતાના પરિવારનું ભરણપોષણ કરવા અને પશુઓના ગુજરાન માટે ભારે ચિંતિત બન્યા છે.સ્થાનિક ખેડૂતોએ સરકાર સમક્ષ ગુહાલ લગાવી છે કે તાત્કાલિક ધોરણે કૃષિ વિભાગ દ્વારા પાક નુકસાનીનો સર્વે કરાવવામાં આવે. ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર, બિયારણની સહાય તથા પશુઓ માટે ઘાસચારાની વિશેષ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. જો સરકાર દ્વારા સમયસર રાહત કે સહાય નહીં આપવામાં આવે તો ખેડૂતો દેવાના બોજ તળે દબાઈને ખેતી છોડવા મજબૂર બનશે, જેની ગંભીર અસર ભવિષ્યમાં અન્ન ઉત્પાદન પર પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    બિહાર- મધેપુરાના મંદિરમાં ધક્કામુક્કીમાં 8 ઘાયલ:બેરિકેડિંગ પર પડવાથી મહિલાનું માથું ફાટ્યું, શ્રાવણના સોમવારે જળાભિષેક માટે ભક્તોની ભીડ બેકાબૂ બની
    Next Article
    શેઠવડાળામાં જાહેરમાં જુગાર ઝડપાયો:6 જુગારીઓ ₹13,850 રોકડ સાથે પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment