Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહી:શ્યામ સ્ટોક એડવાઇઝર કંપનીના નામે ચાલતા ગેરકાયદેસર શેર બજાર કૌભાંડનો પર્દાફાશ, 8 આરોપીઓ ઝડપાયા

    7 hours ago

    મહેસાણા જિલ્લાના ઉચરપી ગામની સીમમાં ખેતરની ઓરડીમાંથી કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે શેરબજારનું ટ્રેડિંગ કરાવી લોકો સાથે છેતરપિંડી આચરતા રૅકેટનો મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ 'શ્યામ સ્ટોક એડવાઇઝર કંપની'ના નામે ખોટી ઓળખ આપીને લોકોને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી નાણાં પડાવતા હતા. પોલીસે સ્થળ પરથી 8 આરોપીઓની ધરપકડ કરી રૂ.1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 'માર્કેટ પલ્સ' એપ્લિકેશનમાં શેરબજારના ભાવમાં વધઘટ બતાવતા ડીવાયએસપી મિલાપ પટેલ અને સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પોતાના મોબાઈલમાં 'માર્કેટ પલ્સ' નામની એપ્લિકેશન રાખી શેરબજારના ભાવમાં વધઘટ બતાવતા હતા. ત્યારબાદ રેન્ડમ મોબાઈલ નંબરના ડેટાનો ઉપયોગ કરી, ડમી સિમકાર્ડ મારફતે ગ્રાહકોને ફોન કરી વિશ્વાસમાં લેતા હતા. ગ્રાહકો પાસેથી બેંક ખાતામાં રકમ જમા કરાવ્યા બાદ તે નાણાં શેરબજારમાં રોકવાને બદલે અંગત ફાયદા માટે વાપરી નાખતા હતા. જપ્ત કરાયેલો મુદ્દામાલ અને ધરપકડ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 13 સ્માર્ટફોન, 7 કી-પેડ મોબાઈલ (કુલ કિંમત રૂ.1,22,000), નકલી આઈ.ડી. કાર્ડ, કન્સલ્ટીંગ કાર્ડ અને ડમી સિમકાર્ડના કવર જપ્ત કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી રાજકુમાર ચૌધરી (ઉચરપી), રોહીતકુમાર સેનમા (મગરોડા), નિલેશજી ઠાકોર (ખોડામલી), વિપુલજી ઠાકોર (રણછોડપુરા), અંકિતકુમાર રાવળ (કરલી), અમનસિંગ (લખનઉ/રાયબરેલી), ધવલકુમાર પરમાર (અમરાઈવાડી, અમદાવાદ) અને પરેશભાઈ રાવળ (કરલી) નામના 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફરાર આરોપીઓ અને આગળની કાર્યવાહી દરોડા દરમિયાન રૂત્વીક ઉર્ફે સન્ની ચમાર, પીન્ટુ ઠાકોર અને સચીન ઉર્ફે નેપાલી રાવળ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ ઉપરાંત ડમી સિમકાર્ડ, ફેક આઈડી અને ગ્રાહકોનો ડેટા પૂરો પાડનાર વિષ્ણુભાઇ ઉર્ફે બચ્ચન ચૌધરી તથા વિકાસ ઉર્ફે વિકો ચૌધરી સહિતના મુખ્ય સૂત્રધારો સામે તપાસ લંબાવવામાં આવી છે. મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 318(4), 319(2), 336(3), 340(2), 61(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના બક્ષીપંચ મોરચામાં સંગઠનાત્મક ફેરફાર:25 હોદ્દેદારોની નિમણૂક, જાણો કોને કયા જિલ્લાની જવાબદારી મળી
    Next Article
    Yash Is Choosing Big-Budget Films For This Reason, Reveals Ramayana Co-Star Sai Pallavi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment