Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લામાં એજ્યુકેશન બાય સાઇકલ પ્રોજેક્ટ શરૂ‎:ભરૂચમાં વાહનોની સુવિધા નહીં ધરાવતા વિદ્યાર્થીઓ હવે સાઇકલ પર શાળાએ જશે

    5 days ago

    ઘરથી શાળાનું અંતર વધુ હોવાને કારણે, અથવા વાહનની સુવિધા ન હોવાથી, અભ્યાસ છોડી દેતા બાળકો માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે એક અનોખી અને પરિણામલક્ષી પહેલ કરી છે. ખાસ કરીને નેત્રંગ અને નર્મદા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશનના અભાવે કન્યાઓ શિક્ષણ અધૂરું મૂકી દેતી હોય છે. આ સમસ્યાના નિવારણ માટે જિલ્લામાં ''એજ્યુકેશન બાય સાયકલ'' પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સીએસઆર પ્રવૃત્તિ, તેમજ લોકો દ્વારા અપાયેલી જૂની ભંગાર સાયકલોને રિપેર કરીને, શાળાઓમાં એક વ્યવહારુ શેરિંગ મોડેલ ઊભું કરવામાં આવ્યું છે. હાલમાં નેત્રંગ તાલુકાની અંતરિયાળ ગાલિબા શાળા અને કેએનએ પટેલ સાર્વજનિક વિદ્યાલય, સમની આમોદ શાળામાં ડ્રોપઆઉટ અંતર્ગત 14 સાયકલ આપવામાં આવી છે. આ મોડેલ મુજબ, વિદ્યાર્થી 2 વર્ષ સુધી સાયકલનો ઉપયોગ કરી શકે છે. શાળાકીય શિક્ષણ પૂરું થતાં સાયકલ પરત જમા કરાવે છે. જેથી અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થી તેનો લાભ લઈ શકે. શિક્ષણ વિભાગ માટે આ પ્રોજેક્ટ એક ''ગેમ-ચેન્જર'' સાબિત થઈ રહ્યો છે. આગામી સમયમાં જિલ્લાની આવી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 15 થી 20 જેટલી સાયકલો સીએસઆરની મદદથી ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. જો આ મોડેલ દરેક શાળામાં લાગુ થાય, તો ભૌગોલિક અંતરના કારણે થતો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને શૂન્ય પર લાવી શકાશે. એજ્યુકેશન બાય સાયકલ પ્રોજેક્ટના લાભ એજ્યુકેશન બાય સાયકલ' પ્રોજેક્ટ થી વાહનવ્યવહારની સમસ્યા હલ થતાં કન્યાઓ અને અંતરિયાળ વિસ્તારના બાળકો પોતાનો અભ્યાસ અધૂરો નહીં મૂકે. ડ્રોપઆઉટથી બચાવ થશે અને શેરિંગ મોડેલ હેઠળ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ 2 વર્ષ માટે સાયકલનો મફત ઉપયોગ કરી શકશે. ભૌગોલિક અંતરના કારણે થતો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને શૂન્ય સુધી લાવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં મગરનો ભેંસ પર હુમલો:વરસાદી કાંસમાં મગરે હુમલો કરતા ભેંસનો પગ કપાયો, વાસણા ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ જીવના જોખમે રેસ્ક્યુ કરીને ભેંસને બચાવી
    Next Article
    પંતની સિક્સથી બોલ મેદાનની બહાર જતો રહ્યો:સ્ટેડિયમના છત પર લાગેલી સોલાર પેનલ પર અથડાઈને બહાર ગયો; ધ્રુવ જુરેલ સાથે 50+ રનની પાર્ટનરશીપ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment