Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ આયોજકો માટે કડક ગાઇડલાઇન:50થી વધુ ખેલૈયા હોય તો નામ-સરનામાનો રેકોર્ડ રાખવો, નિયમોનું પાલન નહીં થાય તો દુર્ઘટનામાં આયોજકની તમામ જવાબદારી

    10 hours ago

    નવરાત્રિ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે શહેરના પાર્ટી પ્લોટ્સ, ક્લબ અને મોટા ડોમમાં હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે તૈયારી કરી રહ્યા છે. લોકોની સલામતી અને આગ જેવી દુર્ઘટનાઓ અટકાવવા માટે ફાયર વિભાગ દ્વારા મંડપ, પંડાલ અને ટેમ્પરરી સ્ટ્રક્ચરો માટે 30 કડક શરતો સાથેની નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. આ નિયમોનું ઉલ્લંઘન થશે તો સંચાલકો સામે સીધા પગલાં લેવાશે અને કોઈપણ અણબનાવ માટે સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે. 500 ચો.મી.થી મોટા પંડાલ માટે રેકોર્ડ રાખવો ફરજિયાત ફાયર વિભાગની માર્ગદર્શિકા મુજબ, 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ અને 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પંડાલો કે જ્યાં 50થી વધુ લોકો એકઠા થવાના હોય, ત્યાં હાજર રહેલા તમામ લોકોની વિગતો રાખવી પડશે. આયોજકોએ આવનાર દરેક વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર અને સરનામા સહિતનો સચોટ રેકોર્ડ મેઈન્ટેન કરવો પડશે. આ ઉપરાંત, પંડાલની ક્ષમતા અનુસાર જ એન્ટ્રી આપવાની રહેશે, જેમાં વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 સ્ક્વેર મીટરની જગ્યા રાખવી ફરજિયાત છે. મેઈન રોડથી સ્ટેજનું અંતર 45 મીટરથી વધુ ન હોવું જોઈએ ગાઇડલાઇનમાં ઈમરજન્સી એક્ઝિટ અને રસ્તાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પંડાલ કે મંડપનો મુખ્ય સ્ટેજ મેઈન રોડથી 45 મીટરથી વધુ દૂર રાખી શકાશે નહીં, જેથી કટોકટીના સમયે ફાયર ફાઈટિંગ વાહનો સરળતાથી પહોંચી શકે. સ્કૂલ કે હોસ્પિટલની નજીક જો આયોજન હોય તો ત્યાંથી જ્વલનશીલ પદાર્થોનું ગોડાઉન ઓછામાં ઓછું 10 ફૂટ દૂર રાખવું પડશે. સાથોસાથ, મુખ્ય પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરની અંદર કોઈપણ પ્રકારના ખાણી-પીણી કે અન્ય કોમર્શિયલ સ્ટોલ બનાવવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. પ્રવેશદ્વારની પહોળાઈ અને ઊંચાઈ પણ ઓછામાં ઓછી 5 ફૂટ રાખવી પડશે. ઈલેક્ટ્રિક વર્કનું એપ્રુવ્ડ એન્જિનિયર પાસે સર્ટિફિકેટ લેવું પડશે શોર્ટ સર્કિટના જોખમને ટાળવા માટે તમામ ઈલેક્ટ્રિક વાયરિંગ અને સાધનોની ચકાસણી માન્ય ઈલેક્ટ્રિકલ એન્જિનિયર પાસે કરાવવી પડશે અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ સત્તાધીશો સમક્ષ રજૂ કરવું પડશે. પંડાલમાં કોઈપણ તાકીદની જાહેરાત ઝડપથી કરી શકાય તે માટે કાર્યક્ષમ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અનિવાર્ય કરાઈ છે. તાલીમબદ્ધ સુરક્ષા ગાર્ડ તહેનાત કરવા પડશે, બાંયધરીપત્ર આપવું પડશે દુર્ઘટના સમયે ફાયર એક્સ્ટિગ્યુશરનો ઉપયોગ કરી શકે, પંડાલને તાત્કાલિક સુરક્ષિત રીતે ખાલી કરાવી શકે અને ફાયર વિભાગને તુરંત જાણ કરી શકે તેવા 2 થી 3 પ્રશિક્ષિત સુરક્ષા ગાર્ડ્સને રાઉન્ડ ધ ક્લોક તહેનાત રાખવા પડશે. ફાયર વિભાગે તમામ આયોજકો પાસેથી એક બાંયધરીપત્ર પણ માંગ્યું છે. જો નિયમો મુજબ રસ્તાઓ ખુલ્લા નહીં રખાય અને ફાયર બ્રિગેડનું વાહન અંદર પ્રવેશી ન શકવાને કારણે કોઈ જાનમાલનું નુકસાન થશે, તો તેની સંપૂર્ણ ફોજદારી અને સિવિલ જવાબદારી સંચાલક-મેનેજરની રહેશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 7 ઓક્ટોબરે સેવા જ્યોતિ કળશ યાત્રા યોજાશે:કલેક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં બેઠક, રૂટ નક્કી કરાયો; PM મોદી લાઈવ જોડાશે
    Next Article
    બરોડા ડેરીના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતમાં રજૂઆત:ડેસર ઝોનના બરોડા ડેરી ડિરેક્ટર સુરપાલસિંહે MDને પત્ર લખી વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ કરી, કહ્યું; પશુપાલકોને સારો ભાવફેર આપો, બંધ દૂધ મંડળીઓને ફરી શરૂ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment