Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 7 ઓક્ટોબરે સેવા જ્યોતિ કળશ યાત્રા યોજાશે:કલેક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં બેઠક, રૂટ નક્કી કરાયો; PM મોદી લાઈવ જોડાશે

    9 hours ago

    પાટણ જિલ્લામાં 7 ઓક્ટોબરે 'સેવા જ્યોતિ કળશ યાત્રા' યોજાશે. સેવા સંકલ્પ અભિયાન હેઠળ આ યાત્રાનું આયોજન કરાયું છે. યાત્રાના આયોજન માટે પાટણ સેવા સદન ખાતે કલેક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં એક બેઠક થઈ હતી. બેઠકમાં યાત્રાનો રૂટ અને કાર્યક્રમની રૂપરેખા નક્કી કરાઈ હતી. કલેક્ટરે અધિકારીઓને પાણી, સ્વચ્છતા, ટ્રાફિક અને અન્ય સુવિધાઓનું આયોજન કરવા કહ્યું. વધુ લોકો જોડાય તે માટે NGO અને NSS જેવી સંસ્થાઓ સાથે જોડાણ કરવા પણ સૂચના અપાઈ હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાઈવ માધ્યમથી જોડાશે. સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર અપાશે. સેવા સેતુના લાભાર્થીઓને પણ પ્રમાણપત્ર મળશે. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, DDO સી. એલ. પટેલ, અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા NDPS કેસમાં આરોપીઓને 7 વર્ષની સજા:2021માં બે કિલો ગાંજાના જથ્થા સાથે બે ભાઈઓ ઝડપાયા હતા
    Next Article
    નવરાત્રિ આયોજકો માટે કડક ગાઇડલાઇન:50થી વધુ ખેલૈયા હોય તો નામ-સરનામાનો રેકોર્ડ રાખવો, નિયમોનું પાલન નહીં થાય તો દુર્ઘટનામાં આયોજકની તમામ જવાબદારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment