Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા NDPS કેસમાં આરોપીઓને 7 વર્ષની સજા:2021માં બે કિલો ગાંજાના જથ્થા સાથે બે ભાઈઓ ઝડપાયા હતા

    8 hours ago

    મહેસાણા ખાતેથી ગાંજાના ગેરકાયદેસર જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીઓને મહેસાણાની એન.ડી.પી.એસ. સ્પેશિયલ કોર્ટ દ્વારા 7 વર્ષની સખત કેદ તથા રૂ. 50 હજાર ના દંડની સજા ફટકારવામાં આવી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરાયો છે. મહેસાણાના કસ્બા-છીંડીવાડી વિસ્તારમાં પોલીસની રેડ 4 જૂન 2021 ના રોજ એસ.ઓ.જી. મહેસાણાના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝને મળેલી ચોક્કસ અને વિશ્વસનીય બાતમીના આધારે મહેસાણાના કસ્બા-છીંડીવાડી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. પોલીસ ટીમે પંચોની હાજરીમાં તૌફીક ઉર્ફે મોઈડી નુરમહંમદ ઇમામભાઈ પઠાણ તથા સાજીદભાઈ નુરમહંમદ ઇમામભાઈ પઠાણના રહેણાંક મકાનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ પાસેથી 2.100 કિલોગ્રામ ગાંજાનો જથ્થો આ રેઇડ દરમિયાન આરોપીઓના મકાનમાંથી આશરે 2.100 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત રૂ. 1,01,245 ની રોકડ રકમ, મોટો મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક વજનકાંટો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર જથ્થો કબ્જે કરી તેના જરૂરી સેમ્પલ લઈ એફ.એસ.એલ.તપાસ માટે મોકલી આપ્યા હતા અને મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે NDPS Act, 1985ની કલમ 8(c) સાથે કલમ 20-B તથા 29 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તપાસના ક્રમમાં આ ગુનામાં સંડોવાયેલા અમદાવાદના સાણંદ તાલુકાના ચેખલા ગામના વતની વાઘેલા સિકંદરભાઈ જેનુભાની પણ ધરપકડ કરવામાં આવી હતી. 16 મહત્વના સાક્ષીઓની જુબાની લેવામાં આવી તપાસ પૂર્ણ થયા બાદ આ કેસ મહેસાણાની એન.ડી.પી.એસ. સ્પેશિયલ કોર્ટના જજ આર.બી. ઈટાલીયા સમક્ષ ચાલવા પર આવ્યો હતો. સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ સરકાર પક્ષે ધારદાર રજૂઆતો કરી હતી. કેસને મજબૂત રીતે સાબિત કરવા માટે સરકાર પક્ષ દ્વારા 16 મહત્વના સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને એફ.એસ.એલ. રિપોર્ટ સહિતના બળવત્તર દસ્તાવેજી પુરાવાઓ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની કેદની સજા ફટકારી અંતિમ દલીલો વખતે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આરોપીઓ પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો અને મુદ્દામાલ ગંભીર ગુનાની સાક્ષી પૂરે છે, જેથી સમાજમાં દાખલો બેસે તે રીતે કડક સજા થવી જરૂરી છે.અદાલતે બંને પક્ષોની દલીલો તેમજ રેકર્ડ પરના પુરાવાઓને ધ્યાને લઈ તૌફીક ઉર્ફે મોઈડી નુરમહંમદ ઇમામભાઈ પઠાણ તથા સાજીદભાઈ નુરમહંમદ ઇમામભાઈ પઠાણને દોષિત ઠેરવી 7 વર્ષની સખત કેદ અને રૂ. 50 હજાર ના દંડની સજા સંભળાવી છે. ત્રીજા આરોપી વાઘેલા સિકંદરભાઈ જેનુભા સામે પૂરતા પુરાવા ન હોવાથી અદાલતે તેમને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે અસરકારક પુરાવા અને સચોટ કાયદાકીય દલીલો રજૂ કરવા બદલ સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની કામગીરી પ્રશંસનીય રહી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં આવાસ યોજનાના લાભાર્થીઓને માર્ગદર્શન અપાયું:પોતાની માલિકીની જમીન પર મકાન બનાવવા ઇચ્છતા પરિવારોને યોજનાની માહિતી અપાઈ
    Next Article
    પાટણમાં 7 ઓક્ટોબરે સેવા જ્યોતિ કળશ યાત્રા યોજાશે:કલેક્ટર પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં બેઠક, રૂટ નક્કી કરાયો; PM મોદી લાઈવ જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment