Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મગરનો ભેંસ પર હુમલો:વરસાદી કાંસમાં મગરે હુમલો કરતા ભેંસનો પગ કપાયો, વાસણા ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ જીવના જોખમે રેસ્ક્યુ કરીને ભેંસને બચાવી

    5 days ago

    વડોદરા નજીક ચાપડ ગામમાં વરસાદી કાંસમાં પડેલી ભેંસ પર મગરે હુમલો કર્યો હતો. જેમાં ભેંસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને ભેંસનો પગ કપાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વાસણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને મગરને દૂર ખસેડી આશરે એક કલાકની જહેમત બાદ ભેંસનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. મગરના હુમલામાં ભેંસના પગમાં ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે પશુ દવાખાને ખસેડવામાં આવી હતી. વડોદરા પાસે આવેલ ચાપડ ગામ નજીક ગઈકાલે સાંજે આશરે 4.30 વાગ્યાના અરસામાં એક ભેંસ વરસાદી કાંસમાં પડી ગઈ હતી. ભેંસ પાણીમાં ફસાયા બાદ નજીકમાં રહેલા મગરે તેના પર હુમલો કર્યો હતો. મગરે ભેંસનો પગ પકડી વારંવાર બચકા ભરતાં તેના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં વાસણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તે સમયે ભેંસ પાણીમાં હતી અને મગર પણ નજીકમાં લપાઈને બેઠો હતો. પાણીનું સ્તર ઓછું હોવાથી ફાયર ફાઈટર નંદકિશોર સોલંકી સહિતના બે જવાનો જરૂરી સુરક્ષા તકેદારી સાથે જીવના જોખમે પાણીમાં ઉતર્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે લાકડીઓ અને આંકડાની મદદથી અવાજ કરી મગરને ભેંસથી દૂર ખસેડ્યો હતો. ત્યારબાદ ભારે જહેમત બાદ ભેંસને પાણીની કાંસમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. મગરના હુમલામાં ભેંસના એક પગમાં ગંભીર ઈજા થઈ હતી. રેસ્ક્યુ બાદ ભેંસને ટેમ્પો મારફતે તાત્કાલિક પશુ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. વાસણા ફાયર બ્રિગેડની ટીમે જોખમ વચ્ચે સમયસૂચકતા અને તકેદારી દાખવી ભેંસનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    'પોતાના સ્વાર્થ માટે ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓએ પાટીદાર આંદોલન ભડકાવ્યું':આનંદીબેન પરના પુસ્તકમાં રાજકીય ધડાકાથી BJP ભીંસમાં, કહ્યું- જેણે લખ્યું તેને ખબર હશે
    Next Article
    જિલ્લામાં એજ્યુકેશન બાય સાઇકલ પ્રોજેક્ટ શરૂ‎:ભરૂચમાં વાહનોની સુવિધા નહીં ધરાવતા વિદ્યાર્થીઓ હવે સાઇકલ પર શાળાએ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment