Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળામાં છાત્રો માટે કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ કરાઇ:રાજપરામાં વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તેવા હેતુથી નવી હાઇસ્કુલ તેમજ આંગણવાડી બનાવવામાં આવી

    20 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના 3,000 ની વસ્તી ધરાવતા રાજપરા ગામમાં રૂપિયા ચાલીસ લાખના ખર્ચ નવી હાઇસ્કુલ બનાવવામાં આવી છે. જેમાં કોમ્પ્યુટર લેબનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ ગામના સરપંચ જનાબેન લખમણભાઇ ગોજીયાએ જણાવ્યું હતું. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે રૂપિયા છ લાખના ખર્ચે ગામના બાળકો માટે આંગણવાડી બનાવવામાં આવી છે. ગામના લોકોને આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે 17 લાખના ખર્ચે ગામમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકો ને પાણી માટે અગવડતા ન પડે તે માટે 40 હજાર લિટરના ત્રણ પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સમ્પ પણ બનાવવામાં આવ્યો છે. ગામમાં મજૂરો માટે ખાસ મજુર કલ્યાણ કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ભૂગર્ભ ગટર કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આ ઉપરાત ગામમાં 10 શોચાલય બનાવવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતી અંગેના કેમ્પનું આયોજન ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ પ્રાકૃતિક ખેતી અંગેના કેમ્પનું આયોજન સમયે આંતર એ કરવામાં આવે છે જેમાં પ્રાકૃતિક રીતે ખેતી કઈ રીતે કરવી કયો પાક લેવો વગેરે બાબતો માર્ગદર્શક આપવામાં આવે છે. 70 સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી ગામના લોકોને આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તેમજ રાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 70 સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે. આ ઉપરાંત પાણીનો સંગ્રહ વધુ થાય તે માટે તળાવ ઊંડા ઉતારવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી બિલ્વવનની જાળવણી:પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની પૂજા માટે 7 વીઘાના વનમાં બીલીના 700 વૃક્ષ
    Next Article
    હળદર પાકે તે પહેલાં જ હજારી ગોટાની આવક શરૂ:દડીયાના ખેડૂતનો નવતર પ્રયોગ, 5 વીઘામાં હળદર તુવેર-ગલગોટાનું વાવેતર, એક સાથે મળશે ત્રણ પાક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment