Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી બિલ્વવનની જાળવણી:પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની પૂજા માટે 7 વીઘાના વનમાં બીલીના 700 વૃક્ષ

    20 घंटे पहले

    બાર જ્યોતિર્લિંગોમાંથી વેરાવળ ખાતે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના મંદિર પરિસરમાં વિકસાવવામાં આવેલું પવિત્ર બિલ્વ વન આજે માત્ર એક વનસ્પતિ વિસ્તાર નહીં, પરંતુ શિવજી પ્રત્યેની અખૂટ ભક્તિ, સુવ્યવસ્થિત સંચાલન અને હરિત વિચારધારાનું જીવંત પ્રતીક બનીને ઊભર્યું છે. આશરે સાત વિઘામાં પથરાયેલા આ બિલ્વવનમાં 700 જેટલા બિલ્વ (બીલી)ના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, જેનું વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે ધાર્મિક ભાવનાને જોડીને સંવર્ધન કરવામાં આવે છે. નવા તથા જુના સોમનાથ મંદિર માટે રોજના 5000 જેટલા બિલ્વપત્ર પસંદગીપૂર્વક એકત્રિત કરીને અહીંથી મોકલવામાં આવે છે, જે બંને મંદિરોમાં શિવલિંગ પર વિધિવત રીતે શ્રદ્ધાપૂર્વક અર્પણ થાય છે. શંખ ચોક સ્થિત આ પવિત્ર બિલ્વ વનની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી. 2 દાયકાથી વધુ સમયથી આ વન શ્રદ્ધાળુઓની ભક્તિને આધાર આપતું આવ્યું છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીંથી સવા લાખ જેટલા બિલ્વ પત્ર મંદિરને મોકલવામાં આવે છે, જે ભગવાન શિવ પ્રત્યેની આસ્થા અને પરંપરાની મહત્ત્વપૂર્ણ કડી બની રહે છે. શંખ ચોક પાસે ઉપરાંત અન્ય 2 સ્થળોએ આવા વનો બનાવાયા છે. બિલ્વ પત્રોની ઉપલબ્ધતા માટે મંદિરને બહારથી નિર્ભર રહેવું ન પડે, તે માટે આ વન એક સ્વયંપૂર્ણ વ્યવસ્થા રૂપે કાર્ય કરી રહ્યું છે. સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી બિલ્વવનની જાળવણી બિલ્વવન સ્થિત વૃક્ષોની સંભાળ અને પોષણ માટે નિયમિત અને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં આવી છે. પખવાડિયે છાણીયું ખાતર નાખી જમીનની ઉર્વરતા જાળવવામાં આવે છે, જ્યારે સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા જરૂરી માત્રામાં પાણી પૂરું પાડવામાં આવે છે. આથી વૃક્ષોની વૃદ્ધિ, પાનની ગુણવત્તા અને દીર્ઘાયુ સુનિશ્ચિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    વેપારીનું ક્રેડિટ કાર્ડ લઈ , કાર્ડ સ્વાઇપ કરી , કર્મચારી:શિવ ફર્નિચરના માલિકનું પેટીએમ મશીન લઈ રૂપિયા 1.97 લાખ સ્વાઈપ કરી લીધા
    Next Article
    શાળામાં છાત્રો માટે કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ કરાઇ:રાજપરામાં વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તેવા હેતુથી નવી હાઇસ્કુલ તેમજ આંગણવાડી બનાવવામાં આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment