Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેપારીનું ક્રેડિટ કાર્ડ લઈ , કાર્ડ સ્વાઇપ કરી , કર્મચારી:શિવ ફર્નિચરના માલિકનું પેટીએમ મશીન લઈ રૂપિયા 1.97 લાખ સ્વાઈપ કરી લીધા

    22 hours ago

    જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન સામે આવેલા ‘શીવ ફર્નિચર’ શો-રૂમના સંજયભાઈ ભગવાનભાઈ મકવાણા સાથે પેટીએમ મશીન રીપેરિંગ અને સેટિંગના બહાને 1,97,980ની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યુ છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં વેપારીએ સુરતના નિલેષ રણછોડભાઈ મકવાણા નામના શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ફર્નિચર શોરૂમ પર પીટીએમ, પાઇન લેબ કંપનીનો કર્મચારી નિલેષ મકવાણા અગાઉ પણ શો-રૂમનું કાર્ડ સ્વાઇપ મશીન ચેક કરવા આવતો હતો. ગત તા. 11-05-2026ના રોજ તેણે શો-રૂમ માલિકને ફોન કરીને કાર્ડ મશીનમાં ટેકનિકલ ખામી હોવાનું જણાવી મશીન ચેક કરવા આવ્યાનું કહ્યું હતું. ત્યારબાદ ''નવો પિન સેટ કરવો પડશે'' તેમ કહી વેપારીનો મોબાઇલ લીધો હતો અને કાર્ડમાંથી 100નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ત્યારપછી, સામે આવેલા બીજા શો-રૂમ ખાતે લોકેશન સેટ કરવાનું બહાનું બતાવી શખ્સ મશીન સાથે બેંકનું ક્રેડિટ કાર્ડ પણ પોતાની સાથે લઈ ગયો હતો. બાદમાં તે જ રાત્રે ક્રેડિટ કાર્ડમાંથી 99,989 અને 97,991ના બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ માર્કેટિંગ:"હું યાર્ડનો કિંગ છું' કહી વેપારીઓ પાસેથી મફતના માલ લેતા બે ભાઈઓ સામે અંતે ફરિયાદ, અટક થઇ
    Next Article
    સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિથી બિલ્વવનની જાળવણી:પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની પૂજા માટે 7 વીઘાના વનમાં બીલીના 700 વૃક્ષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment