Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રેડિટ કાર્ડથી નો-કોસ્ટ EMI સંપૂર્ણપણે ફ્રી નથી:પ્રોસેસિંગ ફી, 18% GSTથી ખિસ્સા પર વધારાનો બોજ પડશે; ખરીદી પહેલાં 5 ફેક્ટ તપાસો

    8 hours ago

    દેશભરમાં દિવાળીના અવસર પર લોકો કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, ફટાકડા અને ગિફ્ટ્સની ખરીદી માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને સ્ટોર્સ પર મોટા પાયે ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. એકસાથે મોટી રકમનું પેમેન્ટ કરવાથી બચવા માટે ઘણા લોકો ક્રેડિટ કાર્ડથી નો-કોસ્ટ EMIનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા માટે નો-કોસ્ટ EMIનો વિકલ્પ જોઈ રહ્યા હોવ તો થોભો, કારણ કે અહીં નો-કોસ્ટનો અર્થ સંપૂર્ણપણે ફ્રી નથી. તેમાં લાગતી પ્રોસેસિંગ ફી, 18% GST અને તરત મળતા ડિસ્કાઉન્ટનો લાભ ન મળવાથી તમારી ખરીદી ઘણી મોંઘી પડી શકે છે. 1. પ્રોસેસિંગ ફીનો વધારાનો બોજ ઘણી બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ નો-કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પસંદ કરવા પર અલગથી પ્રોસેસિંગ ફી વસૂલે છે. આ ફી ₹99થી લઈને ₹500 અથવા તેનાથી વધુ હોઈ શકે છે. ભલે તમારે વ્યાજ ચૂકવવું ન પડતું હોય, પરંતુ આ એકમુશ્ત ફી તમારી ખરીદીને મોંઘી બનાવી દે છે. 2. વ્યાજ અને ફી પર 18% GST નો-કોસ્ટ ઈએમઆઈમાં વેપારી અથવા બેંક ઘણીવાર વ્યાજની રકમને પ્રોડક્ટની કિંમતમાંથી ડિસ્કાઉન્ટ તરીકે ઘટાડી દે છે, પરંતુ ટેકનીકલી રીતે બેંક તે ટ્રાન્ઝેક્શન પર વ્યાજ વસૂલે છે. નિયમ મુજબ, ઈએમઆઈના વ્યાજ અને પ્રોસેસિંગ ફી પર 18%ના દરે GST લાગે છે, જેની ચુકવણી ગ્રાહકે જ કરવી પડે છે. 3. અપફ્રન્ટ અને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનું નુકસાન તહેવારોની સિઝનમાં બેંકો ક્રેડિટ કાર્ડ પર સીધું 10% અથવા ₹1,500 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપે છે. જ્યારે તમે 'નો-કોસ્ટ ઈએમઆઈ'નો વિકલ્પ પસંદ કરો છો, ત્યારે ઘણીવાર તમને આ ફ્લેટ ડિસ્કાઉન્ટ મળતું નથી. આવી સ્થિતિમાં જો તમે સંપૂર્ણ ચુકવણી કરો, તો પ્રોડક્ટ ઈએમઆઈની તુલનામાં તમને વધુ સસ્તું પડે. 4. પ્રી-ક્લોઝર અને ફોરક્લોઝર ચાર્જ જો તમે ઈએમઆઈની મુદત પૂરી થાય તે પહેલાં તમારા ક્રેડિટ કાર્ડનું બાકી લેણું ચૂકવવા માંગતા હો, તો બેંક તમારી પાસેથી ફોરક્લોઝર અથવા પ્રી-પેમેન્ટ ચાર્જ વસૂલ કરી શકે છે. આ ચાર્જ સામાન્ય રીતે બાકી રહેલી કુલ રકમના 2%થી 5% સુધી હોઈ શકે છે, તેમજ તેના પર પણ 18% જીએસટી લાગુ પડે છે. 5. ક્રેડિટ લિમિટ બ્લોક થવી અને કુલ દેવા પર અસર તમે કોઈ ખરીદીને ઈએમઆઈમાં રૂપાંતરિત કરો છો એટલે તમારા ક્રેડિટ કાર્ડની કુલ લિમિટમાંથી તે પ્રોડક્ટની સંપૂર્ણ કિંમત બ્લોક થઈ જાય છે. જેમ જેમ તમે દર મહિને હપ્તો ચૂકવો છો, તેમ એટલી લિમિટ અનબ્લોક થાય છે. આ ઉપરાંત, નાનો માસિક હપ્તો જોઈને દરેક વસ્તુ ઈએમઆઈ પર લેતા રહેવાથી તમારું કુલ માસિક બજેટ ખોરવાઈ શકે છે. સ્માર્ટ શોપિંગ માટે શું કરવું? નિષ્ણાતોની સલાહ છે કે તહેવારોમાં માત્ર નાની હપ્તાની રકમ જોઈને ખરીદી ન કરવી. કોઈપણ ઓફર પસંદ કરતા પહેલાં અંતિમ બિલ, પ્રોસેસિંગ ચાર્જ, ટેક્સ અને ગુમાવેલી ડિસ્કાઉન્ટની રકમને ઉમેરીને સંપૂર્ણ ચુકવણી સાથે તેની સરખામણી જરૂર કરો. સાચી ડીલ એ જ છે જે તમારા બજેટમાં બંધબેસે અને તહેવાર પૂરો થયા પછી તમારા પર દેવાનો બોજ ન નાખે. નૉલેજ પાર્ટ: નો-કોસ્ટ EMI કેવી રીતે કામ કરે છે? બેંકો કાયદેસર રીતે 0% વ્યાજે લોન આપી શકતી નથી. તેથી, નો-કોસ્ટ EMIમાં બેંક તમારી પાસેથી જેટલું વ્યાજ લે છે, તેટલી રકમ મર્ચન્ટ (દુકાનદાર અથવા ઈ-કોમર્સ સાઇટ) તમને પ્રોડક્ટની કિંમતમાં ડિસ્કાઉન્ટ તરીકે આપી દે છે. પરંતુ આ ડિસ્કાઉન્ટેડ વ્યાજ પર 18% GST ગ્રાહકે પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડે છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના મોહિત ઉલ્વાએ પાકિસ્તાનીની પેવેલિયન ભેગો કર્યો:ભારતને બીજી સફળતા અપાવી, અન્વય દ્રવિડે કેચ કર્યો, 209 રનના ટાર્ગેટ સામે PAKનો સ્કોર 55/2
    Next Article
    વડોદરામાં દિવાળીના તહેવારમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન:આજવા રોડ પર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરમાંથી 1.97 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment