Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના મોહિત ઉલ્વાએ પાકિસ્તાનીની પેવેલિયન ભેગો કર્યો:ભારતને બીજી સફળતા અપાવી, અન્વય દ્રવિડે કેચ કર્યો, 209 રનના ટાર્ગેટ સામે PAKનો સ્કોર 55/2

    15 hours ago

    અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 209 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં પાકિસ્તાનનો સ્કોર 55/2 છે. ટીમ તરફથી અબ્દુલ કાદિર અને અહમદ હુસૈન ક્રિઝ પર છે. ઈશાન સૂદે ભારતને પહેલી સફળતા અપાવી. તેણે જહાંગીર બિલાલને વિકેટકીપર અન્વય દ્રવિડના હાથે કેચ કરાવ્યો. આ પછી મોહિત ઉલ્વાએ ઉસ્માન ખાનને કેચ આઉટ કરવ્યો. ઓમાનના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઈન્ડિયા U-19ની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી. ભારત 46.3 ઓવરમાં 208 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ભારત માટે અર્જુન રાજપૂતે સૌથી વધુ 107 રનની સેન્ચુરીની ઇનિંગ્સ રમી. તેના પછી ભારત માટે સેકન્ડ હાઇએસ્ટ સ્કોરર કાવ્ય પચેલ રહ્યો, જેણે 23 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી અલી રઝા, નિકાબ શફીક અને રિઝવાનુલ્લાહે 3-3 વિકેટ લીધી. બંને ટીમની પ્લેઇંગ-11: ભારત અંડર-19: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), અર્જુન રાજપૂત, ઈશાન સૂદ, કાવ્ય પટેલ, મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, યશવીર ગૌડ, વીકે વિનીથ, યશવર્ધન સિંહ ચૌહાણ. પાકિસ્તાન અંડર-19: ઉસ્માન ખાન, જહાંગીર બિલાલ, અબ્દુલ કાદિર, અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝાહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયમ, ફરહાન યુસુફ (કેપ્ટન), નિકાબ શફીક, રિઝવાનુલ્લાહ.
    Click here to Read More
    Previous Article
    Ambalal Patel Weather Forecast | રાજ્યના હવામાન અંગે અંબાલાલ પટેલની આગાહી | Unseasonal Rain Forecast
    Next Article
    ક્રેડિટ કાર્ડથી નો-કોસ્ટ EMI સંપૂર્ણપણે ફ્રી નથી:પ્રોસેસિંગ ફી, 18% GSTથી ખિસ્સા પર વધારાનો બોજ પડશે; ખરીદી પહેલાં 5 ફેક્ટ તપાસો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment