Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા એન્જિનિયરના બેંક ખાતામાંથી ₹4.58 લાખ ઉપડી ગયા:ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો ડર બતાવી ટ્રાફિક ચલણના નામે APK ફાઇલ મોકલી સાયબર ઠગાઈ

    7 hours ago

    વડોદરામાં સાયબર ઠગોએ ટ્રાફિક ચલણના નામે વધુ એક વ્યક્તિને નિશાન બનાવી રૂ.4.58 લાખની છેતરપિંડી આચરી છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતી 45 વર્ષીય મહિલા એન્જિનિયરને તેમના વાહન નંબર સામે ટ્રાફિક ચલણ ઇશ્યૂ થયું હોવાનો SMS મોકલવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ચલણની કાર્યવાહી નહીં કરે તો ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી હોવાનું જણાવી પાંચ દિવસમાં RTO સમક્ષ ખુલાસો કરવા સૂચના અપાઈ હતી. આ માટે મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરતાં તેમના મોબાઇલમાં નકલી APK એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ હતી. ત્યારબાદ સાયબર ઠગોએ UPI મારફતે તેમના ICICI અને HDFC બેંક ખાતામાંથી કુલ રૂ.4,58,312 ઉપાડી લીધા હતા. AX-VAAHAN-S નામથી ત્રણ મેસેજ આવ્યા 45 વર્ષીય મહિલા વડોદરામાં પરિવાર સાથે રહે છે અને ગોરવા સ્થિત ખાનગી કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ગત 26 ઓક્ટોબરના રોજ તેઓ ઓફિસમાં હાજર હતા, ત્યારે તેમના મોબાઇલ પર AX-VAAHAN-S નામના SMS Sender ID પરથી ત્રણ મેસેજ આવ્યા હતા. જેમાં ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. પ્રથમ મેસેજમાં CMVRના નિયમોના ભંગ બદલ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી હોવાનું જણાવી પાંચ દિવસમાં RTO સમક્ષ ખુલાસો કરવા સૂચના અપાઈ હતી. ત્યારબાદ ચલણની રકમ ભરવા અને કોર્ટમાં કાર્યવાહી માટે ચલણ મોકલવામાં આવ્યું હોવાના મેસેજ પણ આવ્યા હતા. એપ્લિકેશન ખલતા માંગેલી પરમિશન આપી દીધી ઓફિસના કામમાં વ્યસ્ત હોવાથી મહિલાએ તે સમયે મેસેજમાં આવેલી લિંક ખોલી નહોતી. ત્યારબાદ 31 ઓક્ટોબરની રાત્રે આશરે 12:31 વાગ્યે તેમણે અગાઉ આવેલા મેસેજ વાંચ્યા હતા. કોર્ટમાં ચલણ મોકલવામાં આવ્યું હોવાના મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતાં મોબાઇલમાં 'Mparivahan_NextGen.apk' નામની APK ફાઇલ ઓપન થઈ હતી. ત્યારબાદ તેમણે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી. એપ્લિકેશન દ્વારા અલગ-અલગ પરમિશન માંગવામાં આવતાં તેમણે તમામ પરવાનગીઓ આપી દીધી હતી. OTP સંબંધિત 108 SMS એકસાથે આવ્યા 31 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 3:54 વાગ્યે તેમના મોબાઇલ પર કેનેરા બેંકના નામે UPI પિન જનરેટ કરવા માટેનો OTP આવ્યો હતો. મહિલાએ આવી કોઈ પ્રક્રિયા કરી ન હોવા છતાં સવારે 3:59 વાગ્યે તેમના કેનેરા બેંક ખાતામાંથી રૂ.1નું ટ્રાન્ઝેક્શન થયું હતું. ત્યારબાદ અલગ-અલગ બેંકિંગ વ્યવહારો અને OTP સંબંધિત આશરે 108 SMS એકસાથે આવ્યા હતા. સવારે 4:06 વાગ્યે અજાણ્યા મોબાઇલ નંબર પરથી મિસ્ડ કોલ પણ આવ્યો હતો. ટ્રાન્ઝેક્શનની ખરાઈ કરવા પાંચ વખત બેંકમાંથી ફોન આવ્યાં ત્યારબાદ 4 નવેમ્બરના રોજ તેમના ICICI અને HDFC બેંક ખાતામાંથી અજાણ્યા શખસોએ UPI મારફતે નાણાં ઉપાડી લીધાં હતાં. આ દરમિયાન બંને બેંકોના ટોલ ફ્રી નંબર પરથી ટ્રાન્ઝેક્શનની ખરાઈ કરવા માટે પાંચ વખત ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ ફરિયાદી મીટિંગમાં વ્યસ્ત હોવાથી કોલ રિસીવ કરી શક્યા નહોતા. બેંક તરફથી વધુ પૂછપરછ થતાં તેમને પોતાના ખાતામાંથી નાણાં કપાયાં હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતાં બંને બેંક ખાતામાંથી કુલ રૂ.4,58,312 ઉપડી ગયા હતા. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ મહિલાએ આ મામલે 4 નવેમ્બરના રોજ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 6 નવેમ્બરના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર પણ ફરિયાદ કરી હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં દિવાળીના તહેવારમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન:આજવા રોડ પર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, એરફોર્સના નિવૃત્ત અધિકારીના ઘરમાંથી 1.97 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી
    Next Article
    PM Modi Celebrates Diwali with Jawans in Bastar | PM મોદીએ છત્તીસગઢના બસ્તરમાં દિવાળીની ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment