Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરના ગંજ બજાર નજીક‎ટ્રેલરની ટક્કરથી ખેડૂતનું મોત‎:પૂરઝડપે આવેલા ટ્રેલરે રસ્તો ક્રોસ કરતા ખેડૂતને ટક્કર મારી

    1 day ago

    રાધનપુરના ગંજ બજાર નાકા સામે કંડલા હાઇવે પર પૂરઝડપે આવેલા ટ્રેલરે રસ્તો ક્રોસ કરી રહેલા સુખપુરાના ખેડૂત કુંભાભાઇ ઠાકોરને ટકકર મારતાં ગંભીર ઇજાઓ થતાં ધારપુર સિવિલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન રાત્રે તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન સાથે ફરાર થઇ ગયો હતો. 21 ઓગસ્ટે બપોરે કુંભાભાઇ મગનભાઇ ઠાકોર રાધનપુર ગયા હતા.ગંજ બજારના નાકા સામે કંડલા હાઇવે પર ટ્રેલર નં. RJ.14.GP.5202ના ચાલકે ટ્રેલર પૂરઝડપે હંકારી કુંભાભાઇને ટક્કર મારી હતી. ટ્રેલરની ટક્કરથી નજીક ઊભેલી ( GJ.24.AA.1943 ) ની ઇકો ને પણ નુકસાન થયું હતું. કુંભાભાઇને ગંભીર ઇજાઓ થતાં તેઓ બેભાન હાલતમાં સારવાર હેઠળ હતા. જોકે, રાત્રે આશરે 9 વાગ્યે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્મતમાં નુકસાન પામેલી ઇકોના માલિક મેવાભાઇ ઠાકોરનો પરિવારજનોએ સંપર્ક કરતાં તેમણે ટ્રેલર નંબર RJ.14.GP.5202ની ટક્કરથી ગાડીને નુકસાન થયાનું જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શંખેશ્વર-ખંડિયા વચ્ચે 20 વર્ષથી શ્રાવણ સાધના:રોજ તળાવની માટીથી 1008 પાર્થેશ્વર અને સાંજે વિસર્જન
    Next Article
    પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી‎:સરસ્વતી તાલુકામાં 22 વર્ષીય યુવાને 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment