Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી‎:સરસ્વતી તાલુકામાં 22 વર્ષીય યુવાને 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

    2 days ago

    સરસ્વતીના એક ગામમાં 13 વર્ષીય સગીરા ગામની સીમમાં શૌચક્રિયા અર્થે શનિવારે 6:30 વાગે ગઈ હતી,ત્યારે શખ્સે તેની એકલતાનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો હતો. ​સરસ્વતી તાલુકાના એક ગામમાં રહેતી સગીરાનો સ્થાનિક યુવક વિપુલજી ઠાકોર છેલ્લા કેટલાક સમયથી પીછો કરીને પરેશાન કરતો હતો. સગીરા જ્યારે ગામની સીમમાં શૌચક્રિયા અર્થે શનિવારે 6:30 વાગે ગઈ હતી,ત્યારે આરોપીએ તેની એકલતાનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની માતાએ વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પીઆઈ એ. વી. દેસાઈ સહિતના તપાસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું કે પીડિતાનું મેડિકલ ચેકઅપ પૂર્ણ કરી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પીડિતા વિધવા માતાની દીકરી હોવાથી અને તેની સામાજિક સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તંત્ર દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે પીડિતાના પરિવારને સત્વરે સરકાર તરફથી મળવાપત્ર સહાય ફાળવવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે અર્થે પીડિતાના ઘરે તાત્કાલિક ધોરણે શૌચાલય અને બાથરૂમ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. ધોરણ 10 માં અભ્યાસ કરતી સગીરાનું ભણતર ન બગડે તે માટે શાળાના શિક્ષકોનો વિશેષ સહયોગ લેવાશે અને મનોવૈજ્ઞાનિક કૌન્સેલિંગ પૂરું પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાધનપુરના ગંજ બજાર નજીક‎ટ્રેલરની ટક્કરથી ખેડૂતનું મોત‎:પૂરઝડપે આવેલા ટ્રેલરે રસ્તો ક્રોસ કરતા ખેડૂતને ટક્કર મારી
    Next Article
    નફાની રકમમાંથી જરુરિયાતમંદ છાત્રોની ફી ભરવી:ઘરેથી નાસ્તો લાવી વેચાણ કરતાં બે દિવસમાં રૂ.92 હજારનો નફો મળતાં દીકરીઓએ કોલેજમાં સહકારી મંડળીની રચના કરી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment