Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નફાની રકમમાંથી જરુરિયાતમંદ છાત્રોની ફી ભરવી:ઘરેથી નાસ્તો લાવી વેચાણ કરતાં બે દિવસમાં રૂ.92 હજારનો નફો મળતાં દીકરીઓએ કોલેજમાં સહકારી મંડળીની રચના કરી દીધી

    2 days ago

    પાલનપુરની કોલેજમાં અઢી વર્ષ અગાઉ દીકરીઓએ બે દિવસના ફનફેર દરમિયાન નાસ્તો વેચ્યો હતો. જેમાંથી રૂપિયા 92 હજારનો નફો મળ્યો હતો. આથી તેમણે કોલેજમાં જ રૂ.100નું ભંડોળ ઉઘરાવી દીકરીઓની શાખ અને પુરવઠા ગ્રાહક સહકારી મંડળી લિ.ની રચના કરી હતી. જેમાં 16 લાખનો નફો મેળવ્યો છે. પાલનપુરની સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ માત્ર રૂ.100ના નાનકડા ભંડોળથી શરૂ કરેલી સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓની શાખ અને પુરવઠા ગ્રાહક સહકારી મંડળી લિ. આજે આત્મનિર્ભરતા અને નેતૃત્વનું ઉદાહરણ પુરૂ પાડી રહી છે. આ અંગે મંડળીના ચેરમેન અને ટી. વાય. બી. કોમની છાત્રા ઝલકબેન સાળવીએ જણાવ્યું હતું કે, મંડળીની સફર ફન ફેરથી શરૂ થઈ હતી. કોલેજની કેન્ટીંગ બે દિવસ બંધ રાખી જ્યાં દીકરીઓએ ઘરેથી નાસ્તા માટે કાચો માલ લાવી કોલેજમાં જાતે જ ધુઘરા, પાણીપુરી, સેવ ખમણી, ભુંગળા, ભેલ, કચોરી, સમોસા, પાલક પકોડા અને મસાલા છાશ વેચી હતી. જેમાં બે જ દિવસમાં રૂપિયા 92,184નો નફો મેળવ્યો હતો. જે પછી 100 દીકરીઓ પાસેથી રૂ.100 પ્રમાણે ભંડોળ એકત્ર કરી રૂપિયા 10,000 નફામાં ઉમેરી સપ્ટેમ્બર 2023માં મંડળીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારપછી સિઝન મુજબ વેપારની વ્યૂહરચના બનાવી હતી. જેમાં ચોમાસામાં છત્રીઓનું વેચાણ, તહેવારોમાં રક્ષાબંધને રાખડીઓ અને દિવાળી પર મીઠાઈ-ફરસાણનું વેચાણ, ફૂલસ્કેપ ચોપડા અને સ્ટેશનરી કિટ્સનું રાહત દરે વેચાણ કરી અઢી વર્ષના ટૂંકા ગાળામાં જ આ મંડળીએ રૂ.16 લાખથી વધુનો ચોખ્ખો નફો કમાઈને સમગ્ર ગુજરાતમાં સહકારિતાનું નવું મોડેલ ઊભું કર્યું છે. નફાનો ઉપયોગ સામાજિક અને‎શૈક્ષણિક ઉત્થાન માટે કરાય છે‎ દીકરીઓએ કમાયેલા નફાને પોતાના સ્વાર્થ માટે વાપરવાને બદલે સમાજસેવામાં લગાવ્યો છે. આ કમાણીમાંથી જરૂરિયાતમંદ કોલેજિયનોની ફી ભરવામાં આવે છે. આર્થિક મુશ્કેલી ભોગવતી છાત્રાઓને વિના વ્યાજે લોન અપાય છે. ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગ, પુસ્તકો અપાય છે. તાજેતરમાં વિજ્ઞાન મેળાના વિજેતાઓ માટે રૂ.25,000નું દાન પણ આ ફંડમાંથી આપવામાં આવ્યું હતુ. ગુજરાત સહકારી સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીન અને સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દીકરીઓ મંડળીનું સંચાલન કરી રહી છે. વર્તમાન સમયે મંડળીમાં 216 દીકરીઓ સભાસદ છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી‎:સરસ્વતી તાલુકામાં 22 વર્ષીય યુવાને 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું
    Next Article
    પાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા વધારવા નવા બોરનું ખાતમુહૂર્ત:પાલનપુરમાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે રૂ.42 લાખના ખર્ચે 9 વોટર રિચાર્જ સ્ટ્રક્ચર બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment