Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વર-ખંડિયા વચ્ચે 20 વર્ષથી શ્રાવણ સાધના:રોજ તળાવની માટીથી 1008 પાર્થેશ્વર અને સાંજે વિસર્જન

    1 day ago

    શંખેશ્વર થી ખંડિયા-લોલાડા વચ્ચે આવેલા પોતાના ખેતરમાં પૂજ્ય કુંદનબેન દવે છેલ્લા 20 વર્ષથી શ્રાવણ માસમાં અનોખી સાધના કરી રહ્યાં છે. રોજ વહેલી સવારે તળાવની શુદ્ધ માટી લાવી તેને પલાળીને 1008 નાના પાર્થેશ્વર શિવલિંગ અને એક મોટું શિવલિંગ બનાવવામાં આવે છે. મંત્રોચ્ચાર સાથે સ્થાપના અને પૂજન કર્યા બાદ આખો દિવસ જાપ અને મહિમ્ન પાઠ કરવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે પાર્થેશ્વર દાદાની આરતી કરી શિવલિંગને વિધિવત તળાવમાં પધરાવવામાં આવે છે. બીજા દિવસે ફરી તળાવની માટી લાવી નવી રચના શરૂ થાય છે. શ્રાવણના સમગ્ર માસ દરમિયાન ભક્તિની આ દૈનિક પરંપરા અવિરત ચાલે છે. મૂળ શંખેશ્વર ના કુંદનબેન શિવ અને કૃષ્ણભક્ત હોવા સાથે સેવાભાવી પણ છે. શ્રાવણ દરમિયાન પોતાના ખર્ચે રોજ આશરે 25 ભાવિકોને ભોજન કરાવે છે. આમ, ખેતરમાં દર્શન માટે આવતા ભાવિકોને શિવભક્તિ સાથે ભોજનસેવાનો લાભ પણ મળે છે.ખંડિયાના નીરવદાન ગઢવી એ જણાવ્યું હતું કે ,અમે રોજ દર્શન કરવા જઈએ છીએ. સવારની માટીથી સાંજના વિસર્જન સુધી તળાવની માટીથી રોજ 1008 શિવલિંગનું નિર્માણ, આખો દિવસ શિવસ્મરણ, સાંજે આરતી અને પછી વિસર્જન,20 વર્ષથી ચાલી આવતી આ સાધનામાં ભક્તિ સાથે સેવા અને સંકલ્પની અનોખી ઝલક જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઇટ લાઇનો પણ અંડરગ્રાઉન્ડ કરાશે‎:એચ.ટી.વીજલાઇનો અંડરગ્રાઉન્ડ કરાતાં જૂના થાંભલા હટાવવાની કામગીરી શરૂ
    Next Article
    રાધનપુરના ગંજ બજાર નજીક‎ટ્રેલરની ટક્કરથી ખેડૂતનું મોત‎:પૂરઝડપે આવેલા ટ્રેલરે રસ્તો ક્રોસ કરતા ખેડૂતને ટક્કર મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment