Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઇટ લાઇનો પણ અંડરગ્રાઉન્ડ કરાશે‎:એચ.ટી.વીજલાઇનો અંડરગ્રાઉન્ડ કરાતાં જૂના થાંભલા હટાવવાની કામગીરી શરૂ

    1 day ago

    પાટણ શહેરના જાહેર રોડ-રસ્તાઓ, રણાંગણ જેવી સોસાયટીઓ અને સાંકડી મહિલા પોળોમાંથી પસાર થતી ઉત્તર ગુજરાત વીજ કંપની એચ.ટી.(હાઈ ટેન્શન) વીજ લાઈનોને સફળતાપૂર્વક અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવી છે. એચ.ટી. લાઈનો અંડરગ્રાઉન્ડ થયા બાદ હવે પૂર્ણ ક્ષમતાથી કાર્યાન્વિત થઈ જતાં વીજ કંપની દ્વારા જૂની લાઈનો ધરાવતા વિસ્તારોમાંથી વધારાના થાંભલાઓ અને વાયરો હટાવવાની કામગીરી પુરજોશથી શરૂ કરાઈ છે. પાટણ શહેરના વિવિધ વ્યૂહાત્મક સ્થળો પર સુરક્ષા અને સૌંદર્યમાં વધારો કરવા માટે વીજ કંપની દ્વારા નવીન પ્રકારની ડી.પી.ઓ. (ટ્રાન્સફોર્મર) મૂકવામાં આવી છે, જેને ખાસ ફેન્સિંગ કવરથી સુરક્ષિત પણ કરાઈ છે. આ કામગીરી અંતર્ગત આજે શહેરના મુખ્ય બગવાડા દરવાજા વિસ્તારમાં કામગીરીને વેગ આપીને જૂના વીજ પોલ પરથી વાયરો છોડી દેવામાં આવ્યા હતા અને થાંભલાઓને નીચે ઉતારીને ખસેડી લેવાયા હતા જેનાથી રસ્તાઓ પર ટ્રાફિક માટે જગ્યા ખુલ્લી થઈ છે. વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કે એચ.ટી. લાઈનો અંડરગ્રાઉન્ડ કર્યા બાદ હવે બીજા તબક્કામાં એલ.ટી. (સ્ટ્રીટ લાઈટ) લાઈનોને પણ ટૂંક સમયમાં અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ પાટણ શહેરના માર્ગો ચોમાસામાં અકસ્માતમુક્ત, વધુ સુરક્ષિત અને ચોખ્ખા દેખાશે. પાટણ સિટીમાં સાતે સાત ફીટર અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. ત્યાંથી ઇન્ટર્નલ લાઈનો પણ અંદર ગ્રાઉન્ડ કરવાની કામગીરી ચાલી રહી છે. જૂના થાંભલા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રોગચાળો ફાટી નીકળવાની દહેશત‎:પાટણમાં પદ્મનાથ ચોકડી વિસ્તારમાં ઉભરાતી ગટરથી 25 સોસાયટી અને રામનગરના રહીશો ગંદકીથી તોબા
    Next Article
    શંખેશ્વર-ખંડિયા વચ્ચે 20 વર્ષથી શ્રાવણ સાધના:રોજ તળાવની માટીથી 1008 પાર્થેશ્વર અને સાંજે વિસર્જન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment