Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુત્રદા એકાદશીએ સોમનાથ મહાદેવને ‘હરિહર ચંદન શૃંગાર’:ચંદનના લેપમાં શિવ-વિષ્ણુનું અદ્વિતીય સ્વરૂપ, હરિહર દર્શનથી ભક્તો ભાવવિભોર

    12 hours ago

    શ્રાવણ માસની પુત્રદા એકાદશીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ‘હરિહર ચંદન શૃંગાર’ કરવામાં આવ્યો. આ શૃંગારમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના અભેદ સ્વરૂપના એકસાથે દર્શન થયા હતા. આ વિશેષ શૃંગાર સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં કરાયો હતો. આ વિશેષ શૃંગાર પ્રભાસ તીર્થમાં કરવામાં આવ્યો હતો. આ એ જ પ્રભાસ ક્ષેત્ર છે જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણે નિજધામ પ્રસ્થાન કર્યું હતું અને જ્યાં મહાદેવ સ્વયંભૂ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છે. પુત્રદા એકાદશીએ સોમનાથ મહાદેવના આ વિશિષ્ટ સ્વરૂપના દર્શન માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો. ચંદન શૃંગારમાં જ્યોતિર્લિંગ પર ચંદનના લેપથી સોમનાથ મહાદેવને ધ્યાનમુદ્રામાં દર્શાવાયા હતા. જ્યોતિર્લિંગના હૃદયસ્થાને ભગવાન વિષ્ણુના શંખ, ચક્ર, ગદા અને પદ્મ સાથે શ્રીકૃષ્ણનું સ્વરૂપ અંકિત કરાયું હતું. આ શૃંગાર દ્વારા શિવના હૃદયમાં વિષ્ણુ અને વિષ્ણુના હૃદયમાં શિવના સનાતન વિચારને રજૂ કરાયો હતો. આ શૃંગાર દ્વારા સ્કંદ પુરાણના પ્રસિદ્ધ શ્લોકને ચરિતાર્થ કરાયો હતો: “शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे। शिवस्य हृदयं विष्णुर्विष्णोश्च हृदयं शिवः॥” આ શ્લોક મુજબ, હરિ અને હર વચ્ચે કોઈ ભેદ નથી. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એક જ પરમ શક્તિના સ્વરૂપ છે. સોમનાથ મહાદેવના હરિહર સ્વરૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા હતા. પુત્રદા એકાદશીએ સોમનાથમાં થયેલા આ વિશેષ ચંદન શૃંગારે ધાર્મિક પરંપરા અને હરિ-હરના અભેદ તત્ત્વને રજૂ કર્યું હતું. સોમનાથ મહાદેવના હરિહર સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી.
    Click here to Read More
    Previous Article
    'મારી દીકરી હતી-નહતી થઈ ગઈ, કોઈ બચાવો':સુરેન્દ્રનગરમાં પતિએ છરીના 27 ઘા મારી પત્નીની હત્યા કરી, હત્યા બાદનો લોહીલુહાણ દૃશ્યનો વીડિયો સામે આવ્યો
    Next Article
    દાણચોરીના અડધો કિલો સોનાની ચેઈન સાથે મહિલા ડોકટર ઝડપાઈ:હાઈનેક સ્વેટરમાં છુપાવી હતી, શારજાહથી 'એર અરેબિયા'ની ફ્લાઈટમાં અમદાવાદ આવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment