Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાણચોરીના અડધો કિલો સોનાની ચેઈન સાથે મહિલા ડોકટર ઝડપાઈ:હાઈનેક સ્વેટરમાં છુપાવી હતી, શારજાહથી 'એર અરેબિયા'ની ફ્લાઈટમાં અમદાવાદ આવી હતી

    11 hours ago

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી સોનાની ગેરકાયદે દાણચોરી કરવાના નીતનવા પેંતરાનો કસ્ટમ્સ વિભાગે પર્દાફાશ કર્યો છે. શારજાહથી ફ્લાઇટ મારફતે અમદાવાદ આવી પહોંચેલી ભાવનગરની 31 વર્ષીય મહિલા ડોક્ટર પાસેથી કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે (AIU) હાઈ-નેક સ્વેટરની અંદર છુપાવેલી 83.14 લાખ રૂપિયાથી વધુની કિંમતની 24 કેરેટ સોનાની ચેઈન ઝડપી પાડી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરી મહિલા મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી અને આ દાણચોરીના નેટવર્કના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ હિલચાલના આધારે AIU ટીમે મહિલાને અટકાવી એરપોર્ટ પર દાણચોરી અટકાવવા માટે ચાલી રહેલા સઘન ચેકિંગ અને પેસેન્જર પ્રોફાઇલિંગ દરમિયાન શારજાહથી 'એર અરેબિયા'ની ફ્લાઇટ નંબર G9-418 દ્વારા અમદાવાદ આવેલા મુસાફરો પર કસ્ટમ્સની AIU ટીમ વોચ રાખી રહી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતાં એક મહિલા પેસેન્જરને અટકાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહિલાની ઝીણવટભરી શારીરિક તપાસ કરતાં તેણે પહેરેલા હાઈ-નેક સ્વેટરના અંદરના ભાગમાં ચાલાકીપૂર્વક છુપાવી રાખેલી સોનાની ભારે ચેઈન મળી આવી હતી. 499.540 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કસ્ટમ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં સોનાની ચેઈનનું કુલ વજન 499.540 ગ્રામ હોવાનું અને તે 24 કેરેટ શુદ્ધતા ધરાવતી હોવાનું સામે આવ્યું હતું. આ જપ્ત કરાયેલા સોનાની વર્તમાન બજાર કિંમત આશરે 83,14,843 રૂપિયા આંકવામાં આવી છે. અધિકારીઓએ આ તમામ સોનાના દાગીનાને 'કસ્ટમ્સ એક્ટ, 1962' ની સંબંધિત કલમો હેઠળ વિધિવત જપ્ત કરી લીધા હતા. ભાવનગરની 31 વર્ષીય તબીબની ધરપકડ બાદ જામીન પર મુક્તિ ઝડપાયેલી મહિલા પેસેન્જરની પ્રાથમિક પૂછપરછમાં તે ભાવનગરની રહેવાસી હોવાનું, તેની ઉંમર 31 વર્ષ હોવાનું અને તે વ્યવસાયે ડોક્ટર હોવાનું બહાર આવ્યું છે. કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ મહિલા ડોક્ટરની ધરપકડ કર્યા બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. આટલી મોટી કિંમતનું સોનું તે વિદેશમાં કોની પાસેથી લાવી હતી અને અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું તે દિશામાં કસ્ટમ્સ વિભાગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પુત્રદા એકાદશીએ સોમનાથ મહાદેવને ‘હરિહર ચંદન શૃંગાર’:ચંદનના લેપમાં શિવ-વિષ્ણુનું અદ્વિતીય સ્વરૂપ, હરિહર દર્શનથી ભક્તો ભાવવિભોર
    Next Article
    'Kabir Khan Said Break A Leg': Kartik Aaryan Shares First Update After Knee Surgery

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment