Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનગઢ પોલીસે અશ્લીલ મેસેજ મોકલનાર સાયબર આરોપીને પકડ્યો:મહિલાઓને હેરાન કરનાર શખ્સ ટેકનિકલ સર્વેલન્સથી ઝડપાયો

    2 दिन पहले

    તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાયબર ક્રાઇમનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સોનગઢ પોલીસે સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓને અશ્લીલ મેસેજ મોકલી હેરાન કરનાર એક આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક ફરિયાદી મહિલાના મોબાઈલ પર વોટ્સએપ દ્વારા અણગમતા અને અભદ્ર મેસેજો મોકલવામાં આવ્યા હતા. આ મામલે ગત 29 જૂન 2026ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(1)(ii), 75(2) તથા આઈ.ટી. એક્ટ 2008ની કલમ 66(A) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ, સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. ઢોલાના સૂચન અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ કામે લાગી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. ચૌધરી અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલ શખ્સ સોનગઢ જૂના બસ સ્ટેશન વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી અશોકભાઈ સુભાષભાઈ પ્રધાન (ધંધો: મજૂરી, હાલ રહે. ખાંજર ગામ, બગદૌડી ફળિયું, તા. સોનગઢ, જી. તાપી, મૂળ રહે. રૂમકીતળાવ ગામ, નિશાળ ફળિયું, તા. નિઝર, જી. તાપી) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની અંગજડતી અને પૂછપરછ દરમિયાન તેણે પોતાના સેમસંગ કંપનીના મોબાઈલમાંથી જ ફરિયાદી મહિલાને વોટ્સએપ પર અશ્લીલ મેસેજો મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈ અને નિઝર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં પી.આઈ. ડી.વી. ઢોલા અને પી.એસ.આઈ. કે.આર. ચૌધરીની ટીમ સક્રિય રહી હતી. સોશિયલ મીડિયા પર મહિલાઓની સુરક્ષા અને સાયબર અપરાધોને ડામવા માટે સોનગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી સાયબર ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    નાસતો ફરતો આરોપી દેશી બંદૂક સાથે ઝડપાયો:પધ્ધર પોલીસ સ્ટેશનના ગુનામાં LCB દ્વારા કાર્યવાહી
    Next Article
    અવણિયા-માલણકા માર્ગ બિસમાર, ગ્રામજનો પરેશાન:200થી વધુ ખેડૂતોની વાડીઓ, બિસમાર રોડથી અવરજવર મુશ્કેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment