Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ કચ્છ LCBએ અરજદારના રૂ.19 લાખ પરત અપાવ્યા:‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ અરજદારને હોટલ વ્યવસાયના નામે થયેલી ઠગાઈના નાણા પરત મળ્યા

    2 days ago

    પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ એક અરજદારને છેતરપિંડીથી ગુમાવેલા રૂ. 19 લાખ પરત અપાવ્યા છે. આ રકમ પુણેના અરજદારને કચ્છમાં હોટલ વ્યવસાયના નામે થયેલી છેતરપિંડી બાદ પરત મળી છે. પુણેના અરજદારે કચ્છમાં હોટલ વ્યવસાય કરવાના નામે થયેલી છેતરપિંડી અંગે LCB કચેરીમાં અરજી કરી હતી. છેતરપિંડી કરનાર સાથે સમાધાન થયા બાદ, અરજદારે પોતાની રકમ પરત મેળવવા પોલીસને રજૂઆત કરી હતી.LCB ટીમે આ અરજીને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ અને અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે રકમ અંગેની વિગતો એકત્રિત કરવામાં આવી હતી. પોલીસની સતત મહેનત અને સંકલિત કામગીરીના પરિણામે અરજદારને રૂ. 19 લાખની રકમ પરત અપાવવામાં સફળતા મળી.'તેરા તુજકો અર્પણ' અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોની ગુમ થયેલી અથવા વિવિધ કારણોસર અટવાયેલી મિલકત અને રકમ શોધી, કાયદેસરની પ્રક્રિયા બાદ મૂળ માલિક સુધી પહોંચાડવાનો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે TAT-HS મેઈન્સ પરીક્ષા:દક્ષિણ ગુજરાતના 11 હજારથી વધુ ઉમેદવારો માટે 61 કેન્દ્રો પર આયોજન, ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઓબ્ઝર્વર
    Next Article
    કચ્છમાં ‘એનાલોગ પનીર-ચીઝ’ સામે તંત્રનો સપાટો:18 પેઢીઓમાં તપાસ, 7 શંકાસ્પદ નમૂના લેબમાં મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment