Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે TAT-HS મેઈન્સ પરીક્ષા:દક્ષિણ ગુજરાતના 11 હજારથી વધુ ઉમેદવારો માટે 61 કેન્દ્રો પર આયોજન, ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઓબ્ઝર્વર

    1 day ago

    સુરતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની અત્યંત મહત્વપૂર્ણ ગણાતી TAT-HS મેઈન્સ–2026ની પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ રહી છે. રાજ્યભરમાં માત્ર ચાર મોટા શહેરોમાં જ આ આયોજન કરાયું છે, જેમાં દક્ષિણ ગુજરાતના ઉમેદવારો માટે સુરત મુખ્ય કેન્દ્ર બન્યું છે. પ્રિલિમ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ આ કસોટી આપી રહ્યા હોવાથી, આ પરીક્ષા ભવિષ્યની શિક્ષક ભરતી માટે નિર્ણાયક સાબિત થશે. 61 કેન્દ્રો પર 11,299 ઉમેદવારો નોંધાયા, ઉચ્ચ અધિકારીઓનું મોનિટરિંગ સુરત જિલ્લા તંત્ર દ્વારા સુચારુ સંચાલન માટે કુલ 61 કેન્દ્રો અને 575 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 11,299 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાની પારદર્શિતા જાળવવા કલેક્ટર દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના ઉચ્ચ અધિકારીઓને 'ઓબ્ઝર્વર' તરીકે તૈનાત કરવામાં આવ્યા છે. આ કસોટી બે સત્રોમાં લેવાઈ રહી છે, સવારે 10:30થી બપોરે 1:00 કલાકે ભાષા ક્ષમતા અને બપોરે 3:00 થી સાંજે 6:00 કલાકે વિષયવસ્તુ તથા પદ્ધતિશાસ્ત્રની પરીક્ષા યોજાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિકનું નિયમન પરીક્ષા કેન્દ્રો ખાતે અશાંતિ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ઉમેદવારો સમયસર પહોંચી શકે તે માટે ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ કરાઈ છે. પરીક્ષાર્થીઓએ આશા વ્યક્ત કરી હતી કે પરીક્ષા અને પરિણામ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી રીતે થાય જેથી યોગ્ય અને મહેનતુ ઉમેદવારોને ન્યાય મળી રહે.
    Click here to Read More
    Previous Article
    સોનાની કિંમત 5 દિવસમાં ₹7,064 વધીને ₹1.49 લાખ પહોંચી:ચાંદી ₹14,094 મોંઘી થઈ, એક કિલોની કિંમત ₹2.31 લાખે પહોંચી
    Next Article
    પશ્ચિમ કચ્છ LCBએ અરજદારના રૂ.19 લાખ પરત અપાવ્યા:‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ અરજદારને હોટલ વ્યવસાયના નામે થયેલી ઠગાઈના નાણા પરત મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment