Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની માલિકીનાં પ્લોટમાં જ દબાણ !:રાજકોટ ભાજપનાં કોર્પોરેટરે પ્લોટમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનો પર્દાફાશ કર્યો, તાત્કાલિક પગલાં લેવા મેયરનો આદેશ

    8 hours ago

    રાજકોટમાં મનપાની માલિકીનાં પ્લોટમાં જ ગેરકાયદે દબાણ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટર દ્વારા સીનર્જી હોસ્પિટલ નજીક મનપાના એક ખાલી પ્લોટમાં દબાણ હોવાનો અને તેમાં ગેરકાયદેસર કૃત્યો ચાલી રહ્યા હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર ધૈર્ય પારેખ દ્વારા તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અને આ પ્લોટમાં અસામાજિક પ્રવૃત્તિઓ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જેને લઈને મેયર ડો નેહલ શુક્લ દ્વારા તાત્કાલિક પગલાં લેવાના આદેશો આપવામાં આવ્યા છે. કોર્પોરેટર ધૈર્ય પારેખે જણાવ્યું હતું કે, નવા ચૂંટાયેલા કોર્પોરેટરો આવ્યા બાદ કામગીરીની દશા અને દિશા બદલાઈ છે. અમારા ધ્યાનમાં આવ્યું હતું કે 150 ફૂટ રિંગરોડ પર સીનર્જી હોસ્પિટલ પાસે મનપાના ખાલી પ્લોટમાં ગેરકાયદેસર રીતે દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે. અમે તમામ ચારેય કોર્પોરેટરોએ સાથે મળીને રૂબરૂ સ્થળ તપાસ કરી હતી. ત્યારે ત્યાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરવા જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું હતું. આ અંગે અગાઉ અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકાના કોઈપણ ખાલી પ્લોટ કે જમીન એ જાહેર જનતાની મિલકત છે. આ જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને તેને દબાણમુક્ત રાખવી એ અમારી પ્રાથમિક જવાબદારી બને છે. સ્થાનિક રહીશ અને નાગરિકો દ્વારા પણ આ અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી. તેથી અમે સ્પષ્ટ માગણી કરી છે કે મનપાના પ્લોટ પરથી તમામ પ્રકારના અનધિકૃત દબાણો તાત્કાલિક હટાવી દેવામાં આવે અને આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કાયમ માટે બંધ કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, જનરલ બોર્ડમાં શાસક પક્ષના જ કોર્પોરેટર દ્વારા સ્વપક્ષના વહીવટ સામે ગંભીર રજૂઆત કરવામાં આવતા મામલો ગરમાયો હતો. આ રજૂઆતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેયરે આ બાબતે તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવા અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે. મેયરે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે મનપાની મિલકતો ઉપર કોઈ પણ પ્રકારનું ગેરકાયદે દબાણ સહન કરવામાં આવશે નહીં અને દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારે આ દબાણ સામે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ફ્રાન્સમાં સપ્ટેમ્બરમાં ખુલશે પ્રથમ મોટું હિન્દુ મંદિર:પેરિસ નજીક ઉદ્ઘાટન થશે, 13 દિવસ સુધી ચાલશે ભારતીય સંસ્કૃતિ ઉત્સવ
    Next Article
    અમદાવાદના પ્રીમિયમ સફેદ પરિંદે ગરબાનું લોચિંગ, 16-17 ઓક્ટોબરે યોજાશે:આ વર્ષે પાસની કિંમત રૂ.7,500થી સ્ટાર્ટ, ફૂડ-મસાજની સાથે રિટર્ન ગિફ્ટ મળશે; જગ્યા-આર્ટિસ્ટની જાહેરાત બે દિવસમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment