Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના પ્રીમિયમ સફેદ પરિંદે ગરબાનું લોચિંગ, 16-17 ઓક્ટોબરે યોજાશે:આ વર્ષે પાસની કિંમત રૂ.7,500થી સ્ટાર્ટ, ફૂડ-મસાજની સાથે રિટર્ન ગિફ્ટ મળશે; જગ્યા-આર્ટિસ્ટની જાહેરાત બે દિવસમાં

    10 hours ago

    નવરાત્રિને આડે હવે 2 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે અમદાવાદના જાણીતા સફેદ પરિંદે ગરબાનું આ વર્ષે પણ આયોજન કરાયું છે અને 22 ઓગસ્ટે લોચિંગ કરી દેવાયું છે. આ વર્ષે પ્રીમિયમ ગરબા 16 અને 17 ઓક્ટોબરના રોજ યોજાશે, જેના એક દિવસના પાસની કિંમત 7,500થી લઈને 15 હજાર સુધીની હશે. આ ઉપરાંત 10 હજાર લોકો એક સાથે ગરબા રમે શકે છતાં ભીડ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમે 2,000થી 2,500 પબ્લિક જ લઈએ છીએઃ આકાશ આયોજક આકાશ પટવાએ જણાવ્યું કે, દર વર્ષે આપણે કઈક અલગ કરીએ છીએ. આ વર્ષેની થીમ સૌથી મોટી છે અને આયોજન પણ પ્રીમિયમ પ્લોટમાં કરી રહ્યા છીએ. આ વખતે આર્ટિસ્ટ પણ સારા છે, સાઉન્ડ સારું છે અને બહુ સારી રીતે કરી આયોજન રહ્યા છીએ. 10,000ની કેપેસિટી વાળી જગ્યા છે, પણ અમે 2,000થી 2,500 પબ્લિક જ લઈએ છીએ. દર વખતે જેમ અમને પ્લોટમાં સ્પેશિયલ જગ્યા મળે અને ખેલૈયાઓ આરામથી રમી શકે. ગરબાની જગ્યા અને આર્ટિસ્ટ કોણ છે તે એક-બે દિવસ પછી લોન્ચ કરીશું. મસાજ, ફૂડની સાથે રિટર્ન ગિફ્ટ પણ મળશે પાસની કિંમતમાં ફૂડ ઈન્ક્લુડિંગ છે, જેમાં 15થી 20 અલગ-અલગ પ્રકારના ઓપ્શન ઈન્ક્લુડિંગ આવશે, હાઈ-ટી આવશે, પ્લસ પાર્કિંગ અને પાણી બધું ફ્રીમાં રહેશે. આ વખતે હેડ મસાજ, લેગ મસાજ બધું રાખ્યું છે. સાથે અમે ફ્રી ગિફ્ટ રાખ્યા છે, જેમાં ટી-શર્ટ, સ્પ્રે વગેરે જેવી વસ્તુઓ છે. જે લોકો આવશે એમને રિટર્ન ગિફ્ટ આપીશું, ઘણું બધું રાખ્યું છે. આ વખતે ફેસ સ્કેન થયાં પછી જ એન્ટ્રો મળશેઃ નમ્રતા વધુમાં આયોજક નમ્રતાએ જણાવ્યું કે, અમારા ₹7,500થી પાસના રેટ સ્ટાર્ટ થાય છે. ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 એમ પાસના રેટ અપડેટ થતા જશે. વધુમાં વધુ 15 હજાર સુધી પાસનો રેટ જશે. અમે લોકો ફેસ સ્કેનિંગ રાખીએ છીએ. જે ફેક અથવા ડુપ્લીકેટ પાસની એન્ટ્રીનો પ્રોબ્લેમ થાય છે એવરી યર, એના માટે લાસ્ટ યર અમે બારકોડ વાળું કર્યું હતું, આ વખતે ફેસ સ્કેનિંગ થશે. એન્ટ્રન્સ પર પણ તમારો ફેસ સ્કેન થશે અને પછી જ તમને એન્ટ્રી મળશે. તમે પાસ બાય કરશો તો અન્ય લોકોને એન્ટ્રી નહીં મળે.
    Click here to Read More
    Previous Article
    મનપાની માલિકીનાં પ્લોટમાં જ દબાણ !:રાજકોટ ભાજપનાં કોર્પોરેટરે પ્લોટમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનો પર્દાફાશ કર્યો, તાત્કાલિક પગલાં લેવા મેયરનો આદેશ
    Next Article
    કડીના બલાસરમાં LCBની અડ્ડા પર રેડ:જમીનમાં દાટેલા 78 પીપમાંથી 15,600 લીટર દેશી દારૂનો વોશ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment