Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીના બલાસરમાં LCBની અડ્ડા પર રેડ:જમીનમાં દાટેલા 78 પીપમાંથી 15,600 લીટર દેશી દારૂનો વોશ ઝડપાયો

    10 hours ago

    મહેસાણા LCB અને કડી પોલીસે બાતમીના આધારે સંયુક્ત દરોડો પાડીને કડી તાલુકાના બલાસર ગામના જવાનપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપી ઠાકોર ભગવાનજી ઉર્ફે ભગાજી રામાજીના ઘરની પાછળ જમીનમાં દાટેલા પીપમાંથી ₹3.90 લાખની કિંમતનો વોશ કબ્જે કરવામાં આવ્યો છે. જમીનમાં દાટેલા 78 પીપમાંથી વોશ મળ્યો મહેસાણા એલ.સી.બી. ઇન્સ્પેક્ટરને મળેલી ચોક્કસ બાતમીના આધારે PSI એસ.વી. પઢારીયા, ASI નરેન્દ્રસિંહ અને ટીમ દ્વારા પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપીના ઘરની પાછળ જમીનમાં છુપાવીને રાખેલા 78 નંગ પીપમાંથી કુલ 15,600 લીટર દેશી દારૂ બનાવવાનો ગેરકાયદેસર વોશ મળી આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પોલીસે ₹3,90,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી ઠાકોર ભગવાનજી ઉર્ફે ભગાજી રામાજી સામે કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એફ) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના પ્રીમિયમ સફેદ પરિંદે ગરબાનું લોચિંગ, 16-17 ઓક્ટોબરે યોજાશે:આ વર્ષે પાસની કિંમત રૂ.7,500થી સ્ટાર્ટ, ફૂડ-મસાજની સાથે રિટર્ન ગિફ્ટ મળશે; જગ્યા-આર્ટિસ્ટની જાહેરાત બે દિવસમાં
    Next Article
    इराक़ में लाखों लोग ख़ामेनई के जनाज़े में शामिल हुए, युद्ध के लिए तैयार होने लगे ईरान-US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment