Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓવરલોડ ડમ્પરનું ટાયર ફાટતાં વાહનોને નુકસાન, ચાલક ફરાર:મહેસાણાની શુકન બંગ્લોઝ સોસાયટીમાં રમતા બાળકો પરથી દુર્ઘટના ટળી

    1 day ago

    મહેસાણા સ્થિત તિરૂપતિ શુકન બંગ્લોઝ સોસાયટીમાં મોડીરાત્રે ઓવરલોડ ડમ્પર ઘૂસી આવતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. સોસાયટીના સાંકડા રસ્તા પર વળાંક લેતી વખતે ડમ્પરનું ટાયર ધડાકા સાથે ફાટતાં નજીકમાં પાર્ક કરેલી કાર અને એક્ટિવાને ભારે નુકસાન થયું હતું. અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સદનસીબે જાનહાનિ ટળી સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ઘટના સમયે સોસાયટીના રસ્તા પર નાના બાળકો રમી રહ્યા હતા, પરંતુ સદનસીબે કોઈ બાળક અડફેટે ન આવતાં મોટી દુર્ઘટના ટળી હતી. રહીશ મહેશ પ્રજાપતિએ જણાવ્યું કે, સામેથી ઓવરલોડ ડમ્પર આવતાં તેમણે પોતાની કાર સાઈડમાં ઊભી રાખી દીધી હતી, જે બાદ વળાંક પર અચાનક મોટો ધડાકો થયો હતો અને વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા. ડ્રાઈવર અને ડમ્પર માલિકને સ્થળે લાવવા સ્થાનિકોની માગ સોસાયટીમાં રમનારા બાળકોની સુરક્ષાને લઈને રહીશ ભરતકુમારે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે ,કે ડમ્પર ચાલક ગફલતભરી રીતે ક્ષમતા કરતાં વધુ માલ ભરીને વાહન ચલાવી રહ્યો હતો. બનાવને પગલે સોસાયટીના લોકોએ ડમ્પર માલિકને સ્થળ પર બોલાવવાની ઉગ્ર માગ કરી છે. રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમને થયેલા નુકસાનનું યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે, તો તેઓ ડમ્પર ચાલક અને માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે.
    Click here to Read More
    Previous Article
    શું ટ્રમ્પ પોતાના નિર્ણયોથી શેરબજારમાં કરોડો કમાઈ રહ્યા છે?:જૂનમાં 1 હજારથી વધુ સ્ટોક ટ્રેડ્સ કર્યા; વ્હાઇટ હાઉસે કહ્યું- કમ્પ્યુટર પોર્ટફોલિયો સંભાળી રહ્યું છે
    Next Article
    લઠ્ઠાકાંડમાં આજે વધુ બેના મોત, મૃત્યુઆંક 13:મૂળ મહીસાગરના યુવક સહિત બે લોકોએ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દમ તોડ્યો, છેલ્લા બે દિવસમાં પાંચના મૃત્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment