Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ જિલ્લાકક્ષાનો આજથી રમતોત્સવ:શહેર અને ગ્રામ્યના વિજેતા ખેલાડીઓ વોલીબોલ, કબડ્ડી, ખો-ખો સહિતની રમતોથી મેદાન ગૂંજશે

    19 hours ago

    જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ આજથી શાળાકીય રમતોત્સવ (SGFI) 2026-૨૭ અંતર્ગત જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે. ગાંધીગ્રામ સ્થિત સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ૨૩ થી ૨૬ ઓગસ્ટ દરમિયાન આયોજિત આ સ્પર્ધામાં તાલુકા અને શહેરકક્ષાએ વિજેતા બનેલા ખેલાડીઓ સ્ટેટ લેવલે પહોંચવા કૌવત બતાવશે. આ રમતોત્સવમાં જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિભાગના ખેલાડીઓ વચ્ચે કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટીક્સની મેચો રમાશે. આયોજનનો હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવાનો છે. જિલ્લા રમત અધિકારીના જણાવ્યા મુજબ તમામ સ્પર્ધાઓ નિર્ધારિત નિયમો અનુસાર યોજાશે, જેના માટે તમામ કોચ, સંચાલકો અને ખેલાડીઓને સમયસર ઉપસ્થિત રહેવા સૂચના અપાઈ છે. રમત-ગમત અધિકારી મનીષ જીલડીયાએ જણાવ્યુ હતુ કે, આ રમોત્સવમાં જીતનાર ખેલાડીઓની રાજ્યકક્ષાએ સ્પર્ધા માટે પસંદગી થશે.
    Click here to Read More
    Previous Article
    શહેરના આ સળગતા પ્રશ્નો પર ચર્ચા થઇ શકે એમ હતી:વર્ષમાં 4 જ વાર મળતી દિશા કમિટી જ દિશાવિહિન બની : સાંસદે પણ કોઈ "દિશા' જ ન બતાવી !
    Next Article
    સિદ્ધેશ્વર હાર્બરથી હાઇવે સમાંતર બનશે નવો કાંસ:વાઘોડિયા બાયપાસથી જાંબુવા નદી સુધી 12 કિમીની કાંસ, પાણી 3 કલાકને બદલે 45 મિનિટમાં નીકળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment