Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના આ સળગતા પ્રશ્નો પર ચર્ચા થઇ શકે એમ હતી:વર્ષમાં 4 જ વાર મળતી દિશા કમિટી જ દિશાવિહિન બની : સાંસદે પણ કોઈ "દિશા' જ ન બતાવી !

    20 घंटे पहले

    જુનાગઢમાં મળેલી દિશા કમિટીની બેઠક માત્ર ફોટોસેશન પૂરતી સીમિત રહી હતી. વર્ષમાં ચાર વખત મળતી આ સમિતિનું મુખ્ય કાર્ય જિલ્લામાં ચાલતા મોટા સરકારી કાર્યોની સમીક્ષા કરી તેના ઝડપી અને પારદર્શક અમલીકરણ પર દેખરેખ રાખવાનું છે. પરંતુ સાંસદ રાજેશ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તા, પીવાના પાણીની તંગી તેમજ અટકેલા વિકાસકામો અંગે કોઈ નક્કર ચર્ચા કરવાને બદલે માત્ર વાતોના વડા કરીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. મનપા હેઠળ ચાલી રહેલા અમૃત પ્રોજેક્ટ, ભૂગર્ભ ગટર યોજનાઓ અને જળ જીવન મિશનના અધૂરા કામોને લીધે નાગરિકો બહાલ થઈ રહ્યા છે. સાંસદની ચૂંટણી સમયે શહેર બસ સર્વિસના મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આજે પણ આ સુવિધાનો કોઈ પત્તો નથી. જો દિશા કમિટી દ્વારા શહેર અને ગ્રામ્ય રસ્તાઓના કામોનું સ્થળ પર જઈને સાંસદ દ્વારા જાતે જ ઇન્સ્પેક્શન કરવામાં આવે અને તટસ્થ તપાસ સોંપાય, તો રસ્તા અને ગટરના કામોમાં મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. જોષીપરા ઓવરબ્રિજ કેમ મોડો થયો ?‎ મેયર, કમિશનર, ઇજનેરને આ વિશે પુછવામાં ન આવ્યું‎ 120 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ ઓવર બ્રિજ વર્ષના અંતમાં પુરો થવાનો હતો, જો કે, હજુ 40 ટકા જ કામ પુરૂ થયુ નથી. જુલાઇમાં રસ્તો ખોલી દેવાનો હતો પરંતુ હજુ ક્યારે ખુલશે તે નક્કી નથી. જેના લીધે બે લાખ લોકોને ઘરે જવા માટે મુશ્કેલી પડી રહી છે. 250 કરોડના ખર્ચે રોડ ક્યારે બનશે ? જવાબદાર અધિકારીઓ હાજર છતાં કોઇએ પુછ્યુ નહીં‎ શહેરમાં મનપાએ 250 કરોડના ખર્ચે નવો પ્રયોગ કરીને એક કંપનીને રોડ બનાવવાનું કામ આપ્યુ હતુ. તેને પાંચ વર્ષની લીમીટ આપી, કામ આપ્યુ તેને 8 મહિના થયા હજુ એક પણ રોડ બન્યો નથી. 500 કરોડનીભૂગર્ભ ગટર ક્યારે પુરી થશે ? ભૂગર્ભ શાખાના અલ્પેશ ચાવડા હાજર હતા શહેરમાં સૌથી મહત્વનો પ્રશ્ન હોય તે ભૂગર્ભ ગટરનો છે, 500 કરોડથી વધુનો ખર્ચ કરવા છતા હજુ સુધી ભૂગર્ભ ગટર પુરી થઇ નથી. 3 વર્ષથી કામ ચાલુ છે ક્યારે પુરૂ થશે તે નક્કી નથી અને રોડ પણ બનતા નથી.
    Click here to Read More
    Previous Article
    આઝાદ ચોકમાં મોંઘવારીનો પ્રતિકાત્મક વિરોધ:ખાંડનો ભાવ 70 થતા મહિલા કોંગી પાંખે મોળી ચા પીવડાવી
    Next Article
    જૂનાગઢ જિલ્લાકક્ષાનો આજથી રમતોત્સવ:શહેર અને ગ્રામ્યના વિજેતા ખેલાડીઓ વોલીબોલ, કબડ્ડી, ખો-ખો સહિતની રમતોથી મેદાન ગૂંજશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment