Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધેશ્વર હાર્બરથી હાઇવે સમાંતર બનશે નવો કાંસ:વાઘોડિયા બાયપાસથી જાંબુવા નદી સુધી 12 કિમીની કાંસ, પાણી 3 કલાકને બદલે 45 મિનિટમાં નીકળશે

    18 hours ago

    ખોડિયારનગર, આજવા રોડ, વાઘોડિયા રોડથી સોમા તળાવ સુધી 352 હેક્ટર વિસ્તારમાં ચોમાસામાં પાણીના નિકાલ માટે હાઇવે સમાંતર 12 કિમીની વરસાદી ચેનલ બનાવાશે. ખોડિયારનગર તરફથી આવતું પાણી અનેક વળાંક ધરાવતી કુદરતી રૂપારેલ કાંસથી જાંબુવા નદી સુધી પહોંચવામાં અંદાજે 3 કલાક લે છે. નવી ચેનલ બન્યા બાદ આ સમય ઘટી માત્ર 45 મિનિટ થવાનો દાવો કરાયો છે. આગામી મહિને કામ શરૂ કરાશે, જે 1 વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય છે. 2024 અને તેના પહેલાંના પૂરમાં આ વિસ્તારના પાણીનો નિકાલ થતાં 3-4 દિવસ થતા હતા. 4 તબક્કામાં 257 કરોડમાં ચેનલ બનશે. સિદ્ધેશ્વરથી રેલવે સુધી 3.05 કિમી, રેલવેથી રૂપારેલ કાંસ 3.50 કિમી, રૂપારેલથી લેન્ડફિલ સાઇડ સુધી 2.10 કિમી અને ત્યાંથી જાંબુવા નદી સુધી 2.88 કિમીનું કામ કરાશે. નવી ચેનલથી કાંસનું ભારણ ઘટશે અને 352 હેક્ટર પૂરગ્રસ્ત વિસ્તારના 6.50 લાખ લોકોને રાહત મળશે. વુડામાંથી ભરાતાં પાણી જાંબુઆ બ્રિજ પાસે છોડાશે વુડા વિસ્તારમાંથી આવીને શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી ભરાય છે. આ પાણીને કાંસ મારફતે સીધાં નેશનલ હાઈવેના જાંબુઆ બ્રિજ પાસે નદીમાં છોડવામાં આવશે. નવી કાંસમાં પાણીનો ઝડપી નિકાલ 4 તબક્કામાં કામગીરી કરાશે સિદ્ધેશ્વર હાર્બરથી કાંસની કામગીરી શરૂ થશે. વાઘોડિયા બાયપાસથી આવતી વરસાદી કાંસ આ નવી કાંસ સાથે જોડાશે તરસાલી બાયપાસ નજીક રૂપારેલ કાંસના પાણીનું ડાઈવર્ઝન કરાશે ખોડિયારનગરથી વરસાદી પાણી લઈ આવતી રૂપારેલ કાંસ તરસાલી બાયપાસ પાસેથી નાળા થકી હાઇવેની બીજી તરફ જાય છે. સિદ્ધેશ્વર હાર્બરથી હાઇવેને સમાંતર બનનારી કાંસ આ સ્થળેથી ડાઈવર્ટ કરાશે. જેમાં રૂપારેલ કાંસનું 60 ટકા પાણી ચેનલ તરફ વાળી નદીમાં નખાશે. બાકીનું પાણી કુદરતી કાંસથી નદીમાં પહોંચશે.પાલિકા બંને તરફ પાણી કાઢવા હાઇડ્રોલિક ડિઝાઇન બનાવી બંનેનું ક્રોસિંગ સ્ટ્રક્ચર ઊભું કરશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ જિલ્લાકક્ષાનો આજથી રમતોત્સવ:શહેર અને ગ્રામ્યના વિજેતા ખેલાડીઓ વોલીબોલ, કબડ્ડી, ખો-ખો સહિતની રમતોથી મેદાન ગૂંજશે
    Next Article
    Man, 70, Rapes, Impregnates 16-Year-Old Granddaughter In UP's Hathras

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment