Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારે પવિત્રા દ્વાદશી, વૈષ્ણવો પોતાના ગુરુને રેશમના પવિત્રા અર્પણ કરશે:કાલે પવિત્રા એકાદશી ઊજવાશે, વૈષ્ણવો સુતરના પવિત્રા બનાવી ઠાકોરજીને ધરાવશે

    22 hours ago

    24 ઓગસ્ટે ઉદ્યાત તિથિ અનુસાર વૈષ્ણવો પવિત્રા એકાદશીની ઉજવણી કરશે. પવિત્રા એકાદશીએ પુષ્ટિમાર્ગનો સ્થાપના દિવસ કહેવાય છે. આ દિવસે શ્રીનાથજી ભગવાન અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું હતું. શ્રીનાથજી ભગવાને દર્શન આપતાં મહાપ્રભુજીએ સુતરના 108 તાંતણા ગૂંથીને પવિત્રું બનાવ્યું હતું. જેને કેસરના રંગેથી રંગ્યું હતું અને આ પવિત્રુ શ્રીજી બાવાને અર્પણ કર્યું હતું. પુષ્ટિમાર્ગીય મંદિરોમાં પવિત્રા એકાદશીના દિવસે સૌપ્રથમ ઠાકોરજીને સુતરનાં પવિત્રા ધરવામાં આવે છે. પવિત્રા એકાદશીના બીજા દિવસને પવિત્રા દ્વાદશી કહેવાય છે. આ દિવસે જે તે વૈષ્ણવો પોતાના ગુરુ એટલે કે વૈષ્ણવાચાર્યોને રેશમનાં પવિત્રા અર્પણ કરે છે, જેથી તેને પવિત્ર દ્વાદશી કહેવાય છે. ઉલ્લેખનિય છે કે, પુષ્ટિમાર્ગમાં ઉદ્યાત તિથિ લેવાતી હોવાને કારણે એટલે કે સૂર્યોદય સમયે જે તિથિ હોય આખો દિવસ તે તિથિ માનવામાં આવે છે. જેથી સોમવારે સૂર્યોદય થતાં તે દિવસે એકાદશી હોવાને કારણે એકાદશીનો ક્રમ સોમવારે લેવાશે તેમ વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે જણાવ્યું હતું. પવિત્રા એકાદશી નિમિત્તે હિંડોળા પર પવિત્રા લગાવાશે, શણગાર પણ કરાશે પવિત્રા એકાદશીએ ઠાકોરજીને પવિત્રા અર્પણ કરીને હિંડોળા પર પવિત્રા લગાવવામાં આવે છે. આ રીતે હિંડોળાને પણ પવિત્રાથી શણગાર કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, વૈષ્ણવો વિવિધ પ્રકારનાં પવિત્રા ઠાકોરજીને ધરાવતા હોય છે. શિવમાર્ગી ભક્તો રવિવારે, જ્યારે વૈષ્ણવો સોમવારે એકાદશી મનાવશે 23 ઓગસ્ટે પુત્રદા એકાદશી પણ છે. એકાદશી પર ભગવાન વિષ્ણુનું વિશેષ પૂજન કરવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે વ્રત-પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પુત્રદા એકાદશી વ્રત ખાસ કરીને સંતાન સુખ અને સંતાનની ઉન્નતિની કામનાથી કરવામાં આવે છે. ત્યારે 23 ઓગસ્ટે શિવમાર્ગી ભક્તો એકાદશી કરશે. જ્યારે વૈષ્ણવો ઉદ્યાત તિથિ સોમવારે હોવાથી 24મીએ એકાદશી ઊજવશે.
    Click here to Read More
    Previous Article
    ઝીંઝુવાડા-સુરેલ રોડ રૂ. 22 કરોડના ખર્ચે રિસરફેસ થશે:12 કિમીના માર્ગ માટે ધારાસભ્યની રજૂઆત બાદ રૂ.22 કરોડ મંજૂર
    Next Article
    હીટ એન્ડ રન:સમા-સાવલી રોડ પર વૃદ્ધાને અડફેટે લીધા બાદ પગ પર કાર ચઢાવી ચાલક ફરાર, SSGમાં ખસેડાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment