Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝીંઝુવાડા-સુરેલ રોડ રૂ. 22 કરોડના ખર્ચે રિસરફેસ થશે:12 કિમીના માર્ગ માટે ધારાસભ્યની રજૂઆત બાદ રૂ.22 કરોડ મંજૂર

    19 hours ago

    પાટડી તાલુકાના ઝીંઝુવાડા-ધામા-આદરીયાણા-રોઝવા-સુરેલ રોડનું રૂ. 22 કરોડના ખર્ચે રિસરફેસીંગ કરવામાં આવશે. 12 કિલોમીટર લાંબા આ માર્ગના કામને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ રોડ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હતો, જેના કારણે વાહનચાલકો અને આ પાંચેય ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને બીમાર દર્દીઓ માટે મુશ્કેલીઓ વધી ગઈ હતી. ગ્રામજનોએ આ અંગે સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ ગાંધીનગર ખાતે રજૂઆત કર્યા બાદ રાજ્ય સરકારે આ રિસરફેસીંગ કામને મંજૂરી આપી છે. આગામી દિવસોમાં 12 કિલોમીટરના આ રોડનું કામ શરૂ કરવામાં આવશે. ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું કે, દસાડા વિધાનસભા વિસ્તારના બે રોડ માટે કુલ રૂ. 44 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ઝીંઝુવાડાથી સુરેલ રોડના 12 કિલોમીટરના રિસરફેસીંગ માટે રૂ. 22 કરોડ અને વિઠ્ઠલગઢ-ગાંગડ-મોટી કઠેચી-નાની કઠેચી રોડના 13.80 કિલોમીટરના રિસરફેસીંગ માટે પણ રૂ. 22 કરોડ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયા છે. આ બંને રોડનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાશે.
    Click here to Read More
    Previous Article
    क्या टोल प्लाजा पर FASTag से कट गया ज्यादा पैसा? जानें क्या है विकल्प और कैसे मिलेगा रिफंड
    Next Article
    મંગળવારે પવિત્રા દ્વાદશી, વૈષ્ણવો પોતાના ગુરુને રેશમના પવિત્રા અર્પણ કરશે:કાલે પવિત્રા એકાદશી ઊજવાશે, વૈષ્ણવો સુતરના પવિત્રા બનાવી ઠાકોરજીને ધરાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment