Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરોડા હાર્ટ શારદા હોસ્પિટલમાં અદ્યતન સારવાર શરૂ:ક્રિટિકલ, કાર્ડિયાક, ઓર્થોપેડિક્સ સહિતની સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ

    9 hours ago

    જામનગરના સુમેર ક્લબ રોડ પર આવેલી બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે અદ્યતન સુપર સ્પેશિયાલિટી સેવાઓનો પ્રારંભ કર્યો છે. હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય હાલાર અને આસપાસના વિસ્તારોના દર્દીઓને ગંભીર અને જટિલ બીમારીઓ માટે પોતાના શહેરમાં જ અદ્યતન સારવાર પૂરી પાડવાનો છે. આ નવી સુવિધાઓમાં ક્રિટિકલ કેર, કાર્ડિયાક કેર, ઓર્થોપેડિક્સ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, નેફ્રોલોજી, ન્યુરોલોજી અને ટ્રોમા કેરનો સમાવેશ થાય છે. આનાથી જામનગરના આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. હોસ્પિટલમાં ૨૪x૭ ઈમરજન્સી સેવા ઉપલબ્ધ છે. અહીં લેવલ-૩ ICU, આઈસોલેશન ICU, અદ્યતન વેન્ટિલેટર, CT સ્કેન, ડિજિટલ X-Ray, સોનોગ્રાફી, ઇકોકાર્ડિયોગ્રાફી અને બેડસાઇડ ડાયાલિસિસ જેવી સુવિધાઓ છે. ઉપરાંત, 24 કલાક ફાર્મસી અને એમ્બ્યુલન્સ સેવા પણ પૂરી પાડવામાં આવે છે. જટિલ સર્જરી માટે આધુનિક ઓપરેશન થિયેટર પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સાથે વિવિધ ક્ષેત્રોના અનુભવી નિષ્ણાત તબીબો જોડાયેલા છે. જેમાં કાર્ડિયોલોજી, કાર્ડિયાક સર્જરી, ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ, નેફ્રોલોજી, ઈમરજન્સી મેડિસિન તથા ક્રિટિકલ કેરના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. મુખ્ય તબીબોમાં ડૉ. વી.એમ. શાહ, ડૉ. સુમિત ગુપ્તા, ડૉ. પૂજન શાહ, ડૉ. વિકલ્પ શાહ, ડૉ. મોહિત એમ. પાબારી, ડૉ. મિલન રાખડીયા, ડૉ. રોહન આર્ય અને ડૉ. અલાપ ત્રિવેદી જેવા નિષ્ણાતો સેવા આપશે. બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જામનગર અને સમગ્ર હાલારના દર્દીઓને ગુણવત્તાસભર, ઝડપી અને નિષ્ણાત સારવાર એક જ સ્થળે પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. વધુ માહિતી માટે મો. 90540 97129, ઈમરજન્સી નંબર 0288 256 2060 / 2057 અને ICU એમ્બ્યુલન્સ માટે 903 323 0460 પર સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    કોટડા જડોદર નજીક છોટા હાથીમાં બ્લાસ્ટથી 4નાં મોત:બે સગા ભાઈઓ અને બે માસૂમ બાળકોનો ભોગ લેવાયો, ધડાકો એટલો ભયાનક હતો કે વાહનના ફુરચા ઊડી ગયા
    Next Article
    'લોકોને ખાંડનો ભાવ સાંભળીને જ ડાયાબિટીસ થઈ જશે':જૂનાગઢમાં મહિલા કોંગ્રેસે મોળી ચા બનાવીને લોકોને પીવડાવી વિરોધ કર્યો, ખાંડના ભાવવધારાને અંકુશમાં રાખવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment