Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લોકોને ખાંડનો ભાવ સાંભળીને જ ડાયાબિટીસ થઈ જશે':જૂનાગઢમાં મહિલા કોંગ્રેસે મોળી ચા બનાવીને લોકોને પીવડાવી વિરોધ કર્યો, ખાંડના ભાવવધારાને અંકુશમાં રાખવા માગ

    10 hours ago

    દેશના વિવિધ શહેરમાં ખાંડની કિંમત પ્રતિ કિલો ₹70 સુધી પહોંચી ગઈ છે અને છેલ્લા 3 મહિનામાં તેના ભાવમાં આશરે 40 ટકા (કિલોએ ₹ 19)નો મોટો ઉછાળો નોંધાયો છે. આ અસહ્ય ભાવવધારા અને ચોતરફી મોંઘવારી સામે જૂનાગઢમાં કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા અનોખી રીતે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓએ નેતાઓ અને સામાન્ય જનતાને મોળી ચા પીવડાવીને તથા પોતે પણ મોળી ચા પીને વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શન દ્વારા તંત્રને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે ખાંડના અસહ્ય ભાવના કારણે સામાન્ય નાગરિકો માટે હવે ઘરની ગળી ચા પીવી પણ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. 'જેને ડાયાબિટીસ ન હોય તેને ખાંડના ભાવ સાંભળીને થઈ જાય' અગાઉ ₹ 35થી 45ના ભાવે મળતી ખાંડ સીધી ₹ 71થી 72 સુધી પહોંચી જતાં ગૃહિણીઓ પર ભારે આર્થિક બોજ પડ્યો છે. અનાજ, કરિયાણું, શાકભાજી અને દૂધ જેવી દૈનિક જરૂરિયાતો પહેલેથી જ મોંઘી છે, ત્યારે દિવસની શરૂઆત જેનાથી થાય છે તેવી ચામાં વપરાતી ખાંડના ભાવ વધતાં અને આગામી સમયમાં તહેવારો આવી રહ્યા હોવાથી ગૃહિણીઓ માટે ઘર ચલાવવું અત્યંત કઠિન બન્યું છે. મહિલા નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા બધો જ નાણાકીય ભાર રસોડા પર નાખવામાં આવી રહ્યો છે. ખાંડના ભાવ સાંભળીને લોકોને વગર ડાયાબિટીસે ડાયાબિટીસ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનો કટાક્ષ પણ કરવામાં આવ્યો હતો. 'બીજા ફંડા બંધ કરી તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ' ​આ વિરોધ પ્રદર્શન દરમિયાન જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપારેલીયાએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અનાજ-શાકભાજી સાથે ખાંડના ભાવ વધીને ₹ 72 થતાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે, તેથી સરકાર મોંઘવારીનો આ માર ઓછો કરે તેવી તેમની પ્રબળ માંગ છે. જ્યારે અન્ય ગૃહિણી નાઝીમાબેન હાલાએ જણાવ્યું હતું કે, પેટ્રોલ ત્રણ દિવસે ભરાવતા તો ચાલતું પરંતુ ચા ટાઈમ ટુ ટાઈમ જોઈએ છે. ખાંડ એ દૈનિક જીવનની અનિવાર્ય જરૂરિયાત હોવાથી અને તહેવારો સમયે મીઠી વસ્તુ બનાવવામાં કે ખાવામાં વધુ હોવાથી સરકારે બીજા ફંડા બંધ કરીને આ બાબતે તાત્કાલિક પગલાં ભરી નિરાકરણ લાવવું જોઈએ. મોંઘવારી પર અંકુશ લાવીને ગૃહિણીઓ રાહત આપો ​આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જસીબેન બારડ અને શહેર પ્રમુખ મનોજભાઈ જોશી સહિતના કોંગ્રેસના અન્ય સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. તમામ મહિલા નેતાઓએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા અપીલ કરી હતી કે, સરકાર બિનજરૂરી બાબતો પર ધ્યાન આપવાનું બંધ કરીને રસોડાના બજેટને અસર કરતા આ વિષય પર તુરંત એક્શન લે. આગામી તહેવારોના સમયે વધતી જતી મોંઘવારી પર અંકુશ લાવીને ગૃહિણીઓ તથા આમ જનતાને ભાવવધારામાંથી તાત્કાલિક રાહત આપવામાં આવે તે જ તેમની મુખ્ય માંગણી છે.
    Click here to Read More
    Previous Article
    બરોડા હાર્ટ શારદા હોસ્પિટલમાં અદ્યતન સારવાર શરૂ:ક્રિટિકલ, કાર્ડિયાક, ઓર્થોપેડિક્સ સહિતની સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ
    Next Article
    बिजनौर की DM अचानक लड़कियों के बीच गई, लड़कियों के साथ खाया खाना

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment