Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયરના ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ સામે કોંગ્રેસ આક્રમક:ગરીબોના આવાસ પર બુલડોઝર અને શાસકો સામે તંત્રનું ભેદી મૌન

    14 hours ago

    જૂનાગઢ મહાનગરપાલિકામાં સામાન્ય નાગરિકો અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓ માટે કાયદાના બેવડા ધોરણો અપનાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના કાચા-પાકા મકાનો પર કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વિના તાત્કાલિક બુલડોઝર ફેરવી દેતું તંત્ર શહેરના પ્રથમ નાગરિક એવા મેયર દ્વારા જોષીપરા વિસ્તારમાં ખડકી દેવાયેલા ગેરકાયદે કોમર્શિયલ બિલ્ડિંગ સામે આંખ આડા કાન કરી રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સામાન્ય લોકો પોતાના નાના પ્લોટ કે મકાનો નિયમિત કરાવવા સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે સત્તાના જોરે નિયમોને નેવે મૂકીને ગેરકાયદે બાંધકામો ઊભા કરાતા હોવાની બાબતે રાજકીય ગરમાવો લાવી દીધો છે. ગરીબોના રહેણાંક પર બુલડોઝર અને શાસકોને ખુલ્લું રક્ષણ આપવાનો આક્ષેપ જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ શાસક પક્ષ અને મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે સીધો મોરચો માંડતા જણાવ્યું હતું કે શહેરમાં 50-50 વર્ષથી અને 3 પેઢીઓથી વસવાટ કરતા ગરીબ પરિવારોને વૈકલ્પિક આવાસ આપ્યા વગર ડિમોલિશન કરી બેઘર કરી દેવાય છે. ધારાનગર ઝૂંપડપટ્ટીને રેગ્યુલરાઇઝ કરવા માટે અગાઉ નગરપાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર થયેલો હોવા છતાં તેમજ નિયત ફી વસૂલ્યા પછી પણ ગરીબોના આશિયાના પર નોટિસ વગર બુલડોઝર ચલાવવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સામાન્ય પ્રજા પર શૂરાતન બતાવતું તંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓના ગેરકાયદે બાંધકામો સામે કેમ કોઈ કાર્યવાહી કરતું નથી. ભાજપ કાર્યાલય અને મેયરના બાંધકામ પર સવાલો કોંગ્રેસ નેતાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ઝાંઝરડા બાયપાસ રોડ પર 30 મીટરની રેન્જ/માર્જિન છોડીને બાંધકામ કરવાનો સ્પષ્ટ નિયમ હોવા છતાં સામાન્ય લોકોના નાના એકમો તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે ખુદ ભાજપ પક્ષનું કાર્યાલય અને મેયરનું બાંધકામ રોડની બોર્ડરથી માત્ર 5 ફૂટની જગ્યા રાખીને નિયમોનો સરેઆમ ભંગ કરીને ઊભું કરી દેવાયું છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા જ જ્યારે કાયદાનું ઉલ્લંઘન થતું હોય ત્યારે તેવા તમામ ગેરકાયદે બાંધકામો પર પણ તાત્કાલિક ડિમોલિશનની કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે. મેયર અને ટાઉન પ્લાનરનું ભેદી મૌન, મ્યુ. કમિશનરે તપાસની ખાતરી આપી આ સમગ્ર વિવાદ મામલે બાંધકામ શાખાના અધિકારી દુષ્યંત પાનસુરીયાએ જણાવ્યું હતું કે બાંધકામની મંજૂરી અને ગેરકાયદે દબાણોની વિગતો ટાઉન પ્લાનિંગ શાખા હેઠળ આવે છે, જેના રિપોર્ટ બાદ દબાણ હટાવ શાખા કામગીરી કરે છે. બીજી તરફ આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર ધર્મેશ પોશિયા તેમજ ટાઉન પ્લાનર પરીન ગાંધીએ મીડિયા સમક્ષ સ્પષ્ટ ખુલાસો આપવાનું ટાળ્યું હતું અને સમગ્ર વિષય ટાઉન પ્લાનિંગનો હોવાનું જણાવી વાત ટાળી દીધી હતી. જોકે, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઇન્દ્રજીતસિંહ વાળાએ સ્પષ્ટતા કરી હતી કે આ બાબત મીડિયા મારફતે તેમના ધ્યાને આવી છે અને સંબંધિત દસ્તાવેજો તથા ફાઇલોની ચકાસણી કર્યા બાદ નિયમોનુસાર યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આઈફોન માટે પહાડ પરથી કૂદેલા યુવકનો નવો શોકિંગ VIDEO:મોત પહેલાં માતાએ દીકરા સામે હાથ જોડીને કહ્યું- હું તારા પગે પડું છું, પાછો આવી જા...
    Next Article
    ઇનોવા બની 'દારૂની દુકાન', મોલના પાર્કિંગમાં રોયલ સ્ટેગ વેચાતી:ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પણ સુરતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, મકાન દલાલ અને 72 વર્ષના વૃદ્ધા ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment